Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

વોર્ડ નં. ૧૩ના ભાજપના યુવા પ્રમુખ જય મેહુલભાઈ બોરીચાનો જન્મદિન

રાજકોટ, તા. ૧૧ :. ગુજરાતના સ્વચ્છ ભારત અભિયાનની રાજકોટ જિલ્લા મહામંત્રી તરીકે ભાર સંભાળનાર યુવા આગેવાન 'જય મેહુલભાઈ બોરીચા' નાનપણથી જ સામાજીક કાર્યોમાં રૂચી ધરાવે છે. આથી તેઓ એક સારા યુવા લોકનેતા તરીકે ઉભરી રહ્યા છે. તેમના પિતાશ્રી મેહુલભાઈ બોરીચા રાજકોટના જાણીતા પોલીસ કર્મી છે. કાકા સંજયભાઈ તથા દાદા શ્રી નાથાભાઈ ખાંડેખા આહિર સમાજના પ્રથમ પંકિતના આગેવાન છે. આમ દાદા તથા પિતાના નકશેકદમ ચાલતા જયભાઈ હાલમાં વોર્ડ નંબર ૧૩ના યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સાથોસાથ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન વ્યવસાય જે 'માડી' ગ્રુપના નામે પ્રખ્યાત છે. તેનુ સુકાન સંભાળી રહ્યા છે.

ભગવાન મુરલીધર અને કુળદેવી માંના આશિર્વાદ અને માતા દિનાબેન તથા ભાઈ વિનયની શુભકામના અને નાની ઉંમરમાં બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા જયભાઈ તેમના જન્મદિવસ નિમિતે શુભકામના પાઠવી છે તથા ભાજપના આગેવાન રાજુભાઈ બોરીચાએ પણ આશિર્વાદ વરસાવ્યા છે. આપ પણ જયભાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી શકો છો (મો. ૯૦૧૬૩ ૧૧૧૧૧).  

(3:33 pm IST)