Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

અરવિંદ વોરાનો ગુરૂવારે જન્‍મદિવસ

રાજકોટ ડિસ્‍ટ્રીકટ લેવલ લાફીંગ કલબ કમીટીના જનરલ સેક્રેટરી

રાજકોટઃ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયા નિવૃત મેનેજર અને લાફીંગ કલબ રાજકોટ ડિસ્‍ટ્રીકટ લેવલ કો-ઓર્ડિનેશન કમીટીના જનરલ સેક્રેટરી એવા દશાશ્રીમાળી વોરા કુટુંબમાંથી આવતા અરવિંદ વોરાનો તા.૨૩ ગુરૂવારે જન્‍મ દિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૭૩ વર્ષ પુરા કરી ૭૪માં વર્ષમાં પ્રવેશ કરશે.

ગુરૂવારે ૬.૩૦ કલાકે ન્‍યુ એરા સ્‍કુલમાં (રૈયા રોડ, રાજકોટ) લાફીંગ કલબના કન્‍વીનરો, સભ્‍યો, મહેમાનો તથા મિત્ર મંડળ દ્વારા સોશ્‍યલ ડિસ્‍ટન્‍સીંગ રાખીને માસ્‍ક સહીત ખડખડાટ હસી તેમને શુભેચ્‍છા પાઠવશે.

તેઓએ બેંક મેનેજર કલબ રાજકોટના સેક્રેટરી તરીકે, સ્‍ટેટ બેંકની સ્‍પેશ્‍યલ સર્વિસ વીંગ, રાજકોટ યુનિટના સેક્રેટરી, ગાંધીનગર સ્‍થાનકવાસી જૈન સંઘના સહમંત્રી, ગીતગુર્જરી ઉપાશ્રય રાજકોટ મિત્ર મંડળના સેક્રેટરી, આત્‍મહત્‍યા નિવારણ સંસ્‍થા ‘‘સાથ'' અમદાવાદના વોલન્‍ટીયર, બોલબાલા ટ્રસ્‍ટમાં કારોબારી સભ્‍ય તરીકે સેવા બજાવેલ. હાલમાં શ્રી દશાશ્રીમાળી વોરા કુંટુબ મંડળ (પીપરવાલા, રાજકોટ)ના સેક્રેટરી અને સરગમ કલબ સંચાલિત સીનીયર સીટીઝનસ પાર્ક ઇવનીંગ પોસ્‍ટ કમીટીના કારોબારી સભ્‍ય, વિવેકાનંદ યુથ કલબ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ, શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટ, શ્રી કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ સહિતની સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે.

પૂર્વ મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્‍તે તેઓને કિશોરસિંહજી પ્રાથમિક શાળાના પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં સીનીયર સીટીઝન તરીકે વિશિષ્‍ટ યોગદાન બદલ શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવેલ.

(3:14 pm IST)