Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાતા ડો.હેમાંગ વસાવડા

રાજકોટઃ આજ આનંદ, આજ ઉછરંગ, આ સલુણા નેહ, આજ હેમાંગ વસાવડા પર વરસ્‍યા શુભેચ્‍છાના મેહ... શહેરના સુપ્રસિધ્‍ધ ન્‍યુરો સર્જન ડો.હેમાંગ વસાવડાનો જનમદિન આજે ૧૭ માર્ચે છે. આજે તેમણે વાઇબ્રન્‍ટ જીવનના ૬રમાં વર્ષના દ્વારે કદમ માંડયા છે. ડો.હેમાંગ વસાવડા કોંગ્રેસના રંગે રંગાયેલા છે. જાહેર જીવનની તાસીરના જાણકાર છે. તેમણે વ્‍યવસાયીક ક્ષેત્રની જેમ રાજકીય ક્ષેત્રે પણ ગતી સાથે પ્રગતી કરી છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રદેશ મહામંત્રી પ્રદેશ ડોકટર સેલના સંયોજક વગેરે સ્‍થાનો પરથી તેમનું મહત્‍વનું યોગદાન રહયું છે. નિષ્‍ઠા અને પ્રતિષ્‍ઠા તેમની આગવી ઓળખ છે.

ફોન નં. ૦ર૮૧-ર૩૬૪૦૮૮-મો. ૯૮ર૪૦ ૪૧પ૧૪. રાજકોટ. 

(4:04 pm IST)