Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

કહો દિલ સે, જયમીન ઠાકર કો શુભકામના ફિરશે : હેપ્‍પી બર્થ ડે

રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૨ના ભાજપના કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડિંગ કમિટીનાં સભ્‍ય જયમીન ઠાકરનો આજે તા. ૧૦ માર્ચને જન્‍મ દિન છે. ૧૯૯૬થી ભાજપ મારફત સક્રિય રાજકારણમાં તેઓ પ્રવેશ્‍યા હતા અને ૨ વર્ષ ભાજપ કાર્યાલયની જવાબદારી સંભાળ્‍યા બાદ યુવા ભાજપમાં શહેર મંત્રીનો હોદ્દો સંભાળ્‍યો હતો અને પછી મહામંત્રીની ફરજ નિભાવી યુવા ભાજપના પ્રમુખની મહત્‍વની જવાબદારી પણ સંભાળી હતી. વોર્ડ નં. ૨ના શહેર ભાજપના પ્રભારી તરીકે પણ સફળ કામગીરી કરી અને ૨૦૧૫થી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઇ પ્રથમ પાંચ વર્ષ કોર્પોરેટર તરીકેની યશસ્‍વી કામગીરી બદલ મતદારોએ બીજા પાંચ વર્ષ માટે તક આપતા તેમની યશકલગીમાં વધુ એક સોહામણુ પીછુ ઉમેરાયુ છે.

તેઓએ ગત ટર્મમાં આરોગ્‍ય સમિતિના ચેરમેન તરીકે તેઓએ જાહેર આરોગ્‍યની સુરક્ષા માટે અનેક આરોગ્‍ય કેમ્‍પોનું આયોજન કરાયુ છે. તેમજ શહેરીજનોને મોંદ્યી સારવારમાં આર્થિક મદદ માટે હજારો પરિવારોને માં અમૃતમ અને માં વાત્‍સલ્‍ય કાર્ડ આપવાના મેગા કેમ્‍પોનું સફળ આયોજન કરાવ્‍યું હતું. કોરોનાકાળમાં સતત દોડતા રહ્યા હતા.

સુરીલો અવાજ ધરાવતા જયમીન ઠાકર એક સારા ગાયક પણ છે. ગીત-સંગીતનો શોખ ધરાવતા અને મોજીલા તેમજ સેવાભાવી સ્‍વભાવ ધરાવતા જયમીન ઠાકરને આજે તેમના જન્‍મદિને રાજકિયો આગેવાનો, મિત્રો-શુભેચ્‍છકો, સગા-સ્‍નેહીઓ દ્વારા (મો.નં. ૯૮૭૯૮ ૦૦૦૦૧) ઉપર શુભેચ્‍છાનો ધોધ વરસી રહ્યો છે.(

(4:20 pm IST)