Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

વાત્સલ્ય, માંગલ્ય, કૌશલ્યનો સંગમ નયનાબેન પેઢડિયાઃ હેપ્પી બર્થ ડે

વોર્ડ નં. ૪ના કોર્પોરેટર પર શુભેચ્છાનો ધોધ

રાજકોટ : વોર્ડ નં. ૪ના ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય શ્રીમતી નયનાબેન વિનોદભાઇ પેઢડિયાનો જન્મ તા. ૭ માર્ચ ૧૯૭૨ના દિવસે થયેલ આજે બાવનમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેણી એમ.એ. બી.એડ.ની પદવી ધરાવે છે. શિક્ષણ, સંગઠન, સેવા ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. ચાણકય વિદ્યાલયના પ્રધાનાચાર્ય તરીકે કાર્યરત છે.

શ્રીમતી નયનાબેન પેઢડિયા ભુતકાળમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે રહી ચૂકયા છે. કોઇ પણ વાદ, વિવાદ, વિના સંવાદથી લોકસેવામાં સદાય સક્રીય રહે છે. સમાજ ઉપયોગી અનેક કાર્યક્રમોમાં તેમનું મહત્વનું યોગદાન છે. મહિલા ઉત્કર્ષની પ્રવૃતિમાં વિશેષ રસ ધરાવે છે. જાગૃત સમાજસેવિકા અને પ્રભાવશાળી વકતા તરીકે જાણીતા છે. મહિલા દિનના પૂર્વ દિને આજે પોતાના જન્મદિન નિમિતે ચોમેરથી મળતી શુભેચ્છાના રંગે રંગાઇ ગયા છે.  (મો. ૯૪૨૮૨ ૩૩૧૨૬ રાજકોટ.)

(12:13 pm IST)