Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પોરબંદરના વિદ્યાપુરૂષ ડોક્‍ટર વિરમભાઈ ગોઢાણીયાનો ૮૩મો જન્‍મદિવસ

પોરબંદર : માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટના પ્રમુખ, ગોઢાણીયા સ્‍કૂલના સ્‍થાપક, દાતા અને શિક્ષણપ્રેમી ડોક્‍ટર વિરમભાઈ ગોઢાણીયાનો આજે ૮૩ મો  જન્‍મદિવસ  છે. તેઓ  કેન્‍યાના હિન્‍દુ કાઉન્‍સિલર સભાના સદસ્‍ય કેન્‍યા આફ્રિકાની શાળા- મહાશાળાના સ્‍કૂલ ઓફ ગવર્નન્‍સ યુકેમાં ગોધાણીયા ફાઉન્‍ડેશનના સ્‍થાપક મહેર સુપ્રીમ કાઉન્‍સિલના સ્‍થાપક પૂર્વ પ્રમુખ જેવા હોદ્દાઓ પર રહી ચૂકયા છે.

પોરબંદરના ખાંભોદર ગામે ખાંભોદર ગામે સામાન્‍ય ખેડૂત પરિવારમાં તારીખ ૬/ ૩/૧૯૪૧ના રોજ વિરમભાઇનો જન્‍મ થયો પ્રારંભિક શિક્ષણ ખાંભોદરમાં જ લીધું પિતાશ્રી રાજાભાઈ ગોઢાણીયા આર્થિક ઉપાજન માટે આફ્રિકા જવાનું થતા કુટુંબ સાથે આફ્રિકા ગયા બાદ ત્‍યારબાદનું પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણ આફ્રિકામાં લીધું મેડિકલ વિદ્યા શાખામાં પ્રવેશ મળતા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ઉચ્‍ચ ડીગ્રી ડોક્‍ટરની ડિગ્રી  પ્રાપ્ત કરી આર્થિક સ્‍થિતિ નબળી કૌટુંબિક શિક્ષણ વાતાવરણનો અભાવ હોવા છતાં પરિશ્રમ અને આત્‍મવિશ્વાસના કારણે ઉચ્‍ચ શિક્ષણમાં સફળતા મેળવી હતી.

સને ૧૯૯૦ માં સંકુલના નિર્માણ માટે થયેલ શ્રીમદ ભાગવત કથામાં પુ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ડોક્‍ટર વિરમભાઇને ધર્મરત્‍ન અને નગર રત્‍નએવોર્ડ થી નવાજ્‍યા છે પોરબંદરની રોટરી ક્‍લબ ઓફ પોરબંદર દ્વારા ૧૯૯૦ માં શિક્ષણ પ્રત્‍યે અનુદાન અને સેવા તેમજ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના અનેક સંસ્‍થાઓને આપેલા આર્થિક અનુદાન બદલ હુસેન ચાચા રોટલી એવોર્ડ એનાયત કરાયો હતો તે જ રીતે શિક્ષણ ક્ષેત્રે મૂલ્‍યવાન પ્રદાન બદલ અને શિક્ષણ પ્રત્‍યે પ્રતિભદ્ધતાના કારણે ૨૦૦૬ માં ગુજરાત સ્‍થાપના ગુજરાત સરકાર દ્વારા વિશિષ્ટ વ્‍યક્‍તિ તરીકે ગુજરાત ગૌરવ એવોર્ડ થી સન્‍માનિત કરાયા હતા.

ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય ન્‍યુ દિલ્‍હી દ્વારા ‘‘રાષ્‍ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦'' ને આવકારી ૮૩ વર્ષની વયે પણ શિક્ષણ ક્ષેત્રે સક્રિય રહીને આ શિક્ષણનીતિ પર દેશના ટોચના વિશેષજ્ઞઓને વ્‍યક્‍ત કરેલા વિચારો પર ખૂબ ચિંતન કરીને ‘‘રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ :  એક ચિંતન અમારી નજરે''તેમજ ‘‘શિક્ષણ ગુણવત્તા સુધારણા'' પુસ્‍તક પ્રકાશિત કરીને સૌ સારસ્‍વત જગતને એક ઉદાહરણ પૂરૂ પાડ્‍યું છે આજે સહિયારી ‘‘સચિત્ર શિક્ષણ માત્રા જ્ઞાનોત્‍સવ'' પુસ્‍તક તેમના જન્‍મદિનને ‘‘પ્રકાશિત થયું છે તેમના મોબાઈલ નંબર ૯૮૭૯૬૪૦૪૦૮  ઉપર  જન્‍મદિનના અભિનંદન સાથે શુભેચ્‍છાઓ મળી રહી છે.

(1:20 pm IST)