Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રાજકોટ જિલ્લા ભાજપ મીડીયા ઇન્ચાર્જ અરૂણ નિર્મળનો જન્મદિવસ

રાજકોટ : જીલ્લા ભાજપના પ્રેસ મિડીયા ઈન્ચાર્જ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય શ્રી અરૂણભાઈ નિર્મળનો આજે જન્મદિન છે. તેઓ જીવનના ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ગુજરાત સરકાર ચાઈલ્ડ વેલ્ફેર  કમિટીના મેબ્બર તરીકે તેમજ રાજકોટ નાગરીક સહકારી બેન્ક કમિટી મેમ્બર જંકશન પ્લોટ બ્રાંચમાં સેવા આપી રહ્યા છે. ઉપરાંત સહકાર ભારતી, અખિલ ગુજરાત ખત્રી સમાજમાં તેઓ મિડીયા કો-ઓર્ડીનેટર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ બાલ્યકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જીવદયા ગ્રુપ, ધાર્મિક સંસ્થા સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. આ વર્ષ ૬૧ કીલો ચણ પક્ષીઓને અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરશે. અરૂણ નિર્મળને (મો. ૯૮૨૪૪ ૧૬૬૩૯, ૮૩૨૦૪ ૨૯૫૨૮) પર જન્મદિવસની શુભેચ્છાઓ વરસી રહી છે.

(2:37 pm IST)