Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

યુવા ભાજપ વોર્ડ નં. ૮ ના મહામંત્રી નંદન માખેલાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૪ :.. શહેરના વોર્ડ નં. ૮ ના યુવા ભાજપના મહામંત્રી નંદન માખેલાનો આજે જન્‍મ દિવસ છે. નાનપણથી જ રાષ્‍ટ્રહીત અને રાષ્‍ટ્ર પ્રેમની વિચારાધારા પ્રેરણા લઇને રાષ્‍ટ્રીય સ્‍વયં સંઘમાં બાલ સ્‍વયંસેવકથી જોડાઇને રાષ્‍ટ્રના નિર્માણમાં કામ કરવા માટે પોતે કોલેજ કાળ દરમિયાન પોતાના કોલેજ મીત્રો સાથે પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નામે ફેન કલબની સ્‍થાપના કરેલ તેમાં અસંખ્‍ય યુવાનોની ટીમ સાથે જોડાયેલ તે દરમિયાન પોતાની રાજકીય સુજ થી વોર્ડ નં. ૮ માં યુવા ભાજપમાં સર્વ પ્રથમ ઉપપ્રમુખ અને હાલમાં મહામંત્રીની જવાબદારી નીભાવી રહ્યા છે.

ક્રિષ્‍ના યુવા ગ્રુપ થકી દર વર્ષે સમુહ લગ્નનું પણ આયોજન કરેલ છે. સૂર્ય લક્ષ્મી મીત્ર મંડળમાં ઉનાળામાં છાશ વિતરણ - સરબત વિતરણ વગેરે કાર્યક્રમો આપે છે. કોલેજમાં અભ્‍યાસ સાથે સાથે મોન્‍જીનીસ કેક શોપના સફળ બીઝનેશ પણ ચલાવે છે.

આજે તેઓના જન્‍મ દિવસ નિમિતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહામંત્રીઓ, કિશોરભાઇ રાઠોડ, દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, મેયર પ્રદીપભાઇ ડવ, યુવા મોરચાના અધ્‍યક્ષ કિશનભાઇ ટીલવા મહામંત્રીઓ કુલદીપસિંહ જાડેજા, હેમાંગભાઇ પીપળીયા તેમજ વોર્ડ નં. ૮ ની ટીમે જન્‍મ દિવસની શુભ કામના પાઠવેલ છે. (મો. ૯૯ર૪૬ ૦૦૪૪૪)

(4:47 pm IST)