Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ભાવનગરના ભાજપના સાંસદ ભારતીબેન શિયાળનો જન્‍મદિન

રાજકોટ : ભાવનગરના ભાજપના સંસદ સભ્‍ય ડો. ભારતીબેન ધીરૂભાઇ શિયાળનો જન્‍મ તા. ર૩ માર્ચ ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજમાંથી બી.એ.એમ.એસ.ની પદવી મેળવી છે. ભૂતકાળમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્‍ય તરીકે રહી ચૂકયા છે. સાંસદ તરીકે બીજી વખત ચૂંટાયા છે. હાલ સંસદની પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા નાણા સલાહકાર સમિતિના સભ્‍ય છે. ભાજપ રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ તરીકે પણ કાર્યરત છે. મો. ૯૭ર૬પ ૩૦૧૮ર અને ૯૮રપર ૧૧૬૯૯ ભાવનગર

(11:50 am IST)