Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

શહેર ભાજપ ઉપાધ્‍યક્ષ, એડવોકેટ મનીષ ભટ્ટનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ શહેર ભાજપનાં ઉપાધ્‍યક્ષ મનીષ ભટ્ટનો આજરોજ ૫૩મો જન્‍મદિવસ છે. બાલ્‍યાવસ્‍થાથી જ રાષ્‍ટ્રીવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા મનીષ ભટ્ટ રાજકોટ શહેર યુવા ભાજપના મંત્રી, ઉપાધ્‍યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી, રાજકોટ શહેર ભાજપનાં મંત્રી તરીકે યશસ્‍વી જવાબદારી વહન કરી ચુકયા છે. હાલ રાજકોટ શહેર ભાજપનાં ઉપાધ્‍યક્ષ તરીકે કાર્યરત છે. અસ્‍મિતા ફાઉન્‍ડેશન સંસ્‍થાના ફાઉન્‍ડર પ્રમુખ મનીષ ભટ્ટ યુ.એસ.એ.માં યોજાતા ‘ચાલો ગુજરાત' આયના સંસ્‍થાના એકઝીકયુટીવ કમિટિના સભ્‍ય તરીકે કાર્યરત છે. અનેકવિધ નેશનલ ઈવેન્‍ટસ / કાર્યક્રમોનું સંચાલન કરી ચુકયા છે. વ્‍યવસાયે એડવોકેટ અને કોર્પોરેટર કન્‍સલટન્‍ટ, રીયલ એસ્‍ટેટ કન્‍સલટન્‍ટ છે.મો.૯૮૨૫૪ ૭૭૫૦૧

(3:24 pm IST)