Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

રાજકોટ ભાજપ લીગલ સેલના સહકન્‍વીનરએડવોકેટ સી. એચ. પટેલનો જન્‍મદિવસ

રાજકોટ તા. રરઃ રાજકોટ શહેરમાં રેવન્‍યુ પ્રેકટીસ ક્ષેત્રે બહોળી નામના ધરાવતા એડવોકેટ એન્‍ડ નોટરી સી. એચ. પટેલનો આજે જન્‍મ દિવસ છે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાનું ઇશ્‍વરીયા ગામ એડવોકેટશ્રી સી. એચ. પટેલની જન્‍મભુમી છે, તેઓ છેલ્લા ર૩ વર્ષથી રાજકોટ શહેર ખાતે રેવન્‍યુ તથા સીવીલ કાયદા ક્ષેત્રે વકીલાત કરી રહ્યા છે તે રીતે રાજકોટ તેની કર્મભુમી છે. રાજકોટના રેવન્‍યુ ક્ષેત્રે રેકટીશ કરતા તમામ વકીલશ્રીઓને થતા કામગીરી સબબના પ્રશ્‍નોને વાતા આપવા તથા તેનું ત્‍વરીત નિરાકરણ લાવવા માટે સને-ર૦૧૧માં રેવન્‍યુ બાર અસોસીયેશનની સ્‍થાપના કરવામાં આવેલહ તી, જેમાં એડવોકેટ સી. એચ. પટેલ પ્રથમ ર વર્ષ માટે કારોબારી સભ્‍ય તરીકે જોડાઇને પોતાની આગવી રીતથી કામગીરીની શરૂઆત કરેલ અને ત્‍યારબદ ૩ વર્ષ માટે ઉપપ્રમુખ તરીકેની જવાબદારી મળતા તે કામગીરી પણ ખુબ સારી રીતે નિભાવેલ હતી અને તેઓની આવી ત્‍વરીત નિર્ણય લઇને કામગીરી કરવાની આવડતથી પ્રભાવીત થઇને તેઓને પ્રમુખ તરીકે જવાબદારી સોંપવાનો સંગઠન દ્વારા નિર્ણય કરવામાં આવેલ અને ત્‍યારથી તેઓએ સતત ૭ વર્ષ માટે પ્રમુખ તરીકે રહીતે વકીલોના પ્રશ્‍નોનું સફળતાપુર્વક નિવારણ લાવી સેવા આપેલ. હાલ એડવોકેટ સી. એચ. પટેલ સહકન્‍વીનર, ભા.જ.પ. લીગલ સેલ, રાજકોટ મહાનગર તરીકે કાર્યરત છે સાથો સાથ આલાપ એવન્‍યુ સોસાયટીમાં ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે તેમજ તેઓ અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે અને સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે, તેઓના સરળ અને મળતાવડા સ્‍વભાવના કારણે તેઓની એક ઉમદા છાપ છે તેમજ લોકચાહના ધરાવે છે તેવા કર્મનિષ્‍ઠ એડવોકેટ સી. એચ. પટેલનો આજરોજ તા. રર-૩-ર૦ર૩ના જન્‍મદિવસ છે ત્‍યારે તેમના મો.નં. ૯૪ર૮૦ ૦૪૪પ૬ પર મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ, વકીલો, રાજકીય તેમજ સામાજીક આગેવાનો તરફથી શુભેચ્‍છાઓની વર્ષા થઇ રહી છે.

(3:25 pm IST)