Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

વેરાવળના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારનો જન્મદિન

પ્રભાસ-પાટણ : ગીર-સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ સીટીના બાહોશ પોલીસ ઇન્સ. ડી.ડી. પરમારનો કાલે ર૬ જાન્યુઆરીએ જન્મદિવસ છે.

તા. ર૬-૧-૧૯૮પ ના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામે જન્મેલા તેઓ એમ.કોમ.ના તેજસ્વી સ્ટુડન્સ છે. ટેનીસ-હોકી-વોલીબોલ સહિત વિવિધ રમતોના પ્રવિણ ખેલાડી છે. વર્ષ-ર૦૦૬માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાયેલા તેઓએ સુપર કામગીરીઓથી ગાંધીનગર, સાબરકાંઠા, કલોલ, એસ.ઓ.જી. ભાવનગર, એ.સી.બી. પોરબંદર, અમદાવાદ, સોમનાથ મંદિર સુરક્ષા અને ૭-૭-ર૦ થી વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેકટર તરીકે કાર્યરત. કાયદો-વ્યવસ્થા જાળવવામાં તથા અણઉકેલ ગુન્હાઓ ઉકેલવા-ગુન્હાઓ કરી બહારના રાજય કે જીલ્લાઓમાં નાસી જનાર-સાયબર ક્રાઇમથી ફ્રોડ કરનાર, ઘરફોડ-લુંટ-ખંડણી જેવા ગુન્હાઓ ઉકેલવામાં તેમની માસ્ટરી છે.

કોરોના કાળમાં કડક નિયમ પાલન સાથે લોકો માસ્ક પહેરે તેમજ સાયબર ક્રાઇમથી બચે તેવા લોકજાગૃતિ કાર્યક્રમો આપેલ છે. તેમનો મો. નં. ૮૯૮૦૭ ૦૮૩૪પ.

(12:56 pm IST)