Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર ભવનના અધ્‍યક્ષ પ્રો. રાજુ દવેનો જન્‍મદિન

રાજકોટ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર ભવનના અધ્‍યક્ષ પ્રો.રાજુભાઇ મુરલીભાઇ દવેનો આજે જન્‍મદિવસ છે. પ્રો. રાજુભાઇ દવે માનવ અધિકાર કાયદા ભવન અને સમાજકાર્ય ભવન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં  અધ્‍યક્ષની જવાબદારી નિભાવે છે. તેઓ કાયદા  વિદ્યાશાખાના અધર ધેન ડીન, સેનેટ સભ્‍ય છે.  સૌરાષ્‍ટ્ર યુનિવિર્સિટીમાં અલગ અલગ કમીટીમાં પણ જવાબદારી નિભાવી રહ્યા છે. ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, ક્રાંતિગુરૂ શ્‍યામજીકૃષ્‍ણ વર્મા, કચ્‍છ યુનિવર્સિટી, મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કાયદા બોર્ડના સભ્‍ય છે. વિષય નિષ્‍ણાંત તરીકે અલગ અલગ કોલેજ તેમજ યુનિવર્સિટી સ્‍પીપામાં ૧પ૦ થી વધુ વ્‍યાખ્‍યાન આપેલ છે. રેડીયોના માધ્‍યમ દ્વારા કાયદાના અલગ અલગ વિષયો ઉપર વાર્તાલાપ આપેલ છે. કાયદાના અધ્‍યાપક તરીકે ૧પ વર્ષનો લાંબો અનુભવ ધરાવે છે. તેઓએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની B.COM,L.L.B. ડિપ્‍લોમાં હ્યુમન રાઇટ્‍સ L.LM.તેમજ Phdની પદવીઓ પ્રાપ્ત કરેલ છે. કાયદાના સદર્ભે ૧૦ થી વિશેષ પુસ્‍તકો પ્રકાશિત થયેલ છે. અને કાયદાના જર્નલમાં પ૦ થી વધુ સંશોધન પેપર પ્રકાશિત થયેલ છે. તેઓએ યુ.જી.સી.ના કુલ બે રીસર્ચ પ્રોજેકટ પૂર્ણ કરેલ છે.
ડો. રાજુભાઇ દવે ભારતીય મઝદુર સંઘના હસુભાઇ દવે, સંઘના નરેન્‍દ્રભાઇ દવેના ભત્રીજા અને ભાજપના અગ્રણી મુરલીભાઇ દવેના પુત્ર છે. વિદ્યાર્થી મિત્રો સાથી અધ્‍યાપકના જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

 

(3:24 pm IST)