Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

યુવા પત્રકાર ઋષિ દવેનો આજે જન્‍મદિવસ

રાજકોટ તા. ૧૯: શહેર તથા જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષથી પત્રકારત્‍વ ક્ષેત્રે જવાબદારી નિભાવી રહેલા યુવા પત્રકાર ઋષિ દવે (મો. ૯૦૩૩૦ ૦૦૦૮૮)નો આજે ૩૦મો જન્‍મદિવસ હોઇ સતત શુભેચ્‍છાઓ મળી રહી છે. ઋષિએ કારકિર્દી દરમિયાન અનેકવિધ  એક્‍સકલુઝીવ ઘટનાઓ કેમેરામાં કેદ કરી લોકો સમક્ષ મુકી છે અને લોકપ્રશ્નોને વાચા આપી છે. રાજકીય આગેવાનો, ફિલ્‍મી હસ્‍તીઓના પણ ઇન્‍ટરવ્‍યુ કર્યા છે. લીધા છે. સંદેશ ન્‍યુઝ, જીએસટીવી ન્‍યુઝ, વિટીવી ન્‍યુઝ, આઈબીએન ૦૭, ટાઈમ્‍સ નાવ સહિતની નેશનલ ચેનલોમાં પણ કામ કરી  હાલમાં તેઓ દૂરદર્શન ન્‍યૂઝ તેમજ અબતક મીડિયાના રિપોર્ટર તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન બીજી લહેરમાં લોકોમાં જાગળતિ આવે તેવા અનેક કવરેજ કરી દૂરદર્શન ન્‍યુઝ દ્વારા લોકો સમક્ષ મુકયા છે. દુરદર્શન ન્‍યુઝ તરફથી બે એવોર્ડ, સર્ટિફિકેટ તેમજ રોકડ પુરસ્‍કાર પણ મળ્‍યા છે.


 

(10:53 am IST)