Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જામનગરઃ ભાજપા અને પટેલ સમાજના અગ્રણી ચંદુભાઇ ચનાભાઇ કાછડીયાનો કાલે જન્મદિવસ

જામનગરઃ લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે તા. ૧૬/૦૧/૧૯૬૪મા જન્મેલ ચંદુભાઈ કાછડીયા ખેડૂત પુત્રનો કાલે જન્મદિન છે.

તેઓ ૨૦૦૬થી ૨૦૧૦ સુધી જામનગર વોર્ડ ૧૩ (હાલ વોર્ડ નંબર ૧૬)મા ભાજપાના કોર્પોરેટર તરીકે સેવા આપેલ તે દરમિયાન એક વર્ષ ઓકટ્રોય ચેરમેન તરીકે કામગીરી બજાવેલ અને તેમાં વિક્રમ જનક આવક કોર્પોરેશનમાં કરાવેલ. તેઓ છેલ્લા ૨૭ વર્ષો થી ભાજપામાં જોડાયેલ છે. તેઓ ૧૯૯૭ થી ૨૦૦૨ (સતત ૨ ટર્મ) વોર્ડ નંબર ૧૬ ના ભાજપા વોર્ડ પ્રમુખ તરીકે સેવા આપેલ અને આવી કોરોના જેવી મહામારીમાં દરેક સમજને સાથે રાખી વોર્ડ નંબર ૧૬ના ભાજપા વોર્ડ ઇન્ચાર્જ તરીકે રહીને ઘણી સેવાઓ આપેલ જામનગર ૭૯ વિધાનસભા માં ૨૬૦૦ જેટલી મીથીલીન બ્લુ ની બોટલ નું વિતરણ પણ કરીને આવી મહામારી માં સેવા આપેલ.

જામનગર શહેર કારોબારી સભ્ય અને વોર્ડ નંબર ૦૭ ના પ્રભારી તરીકે સેવા  તેઆો આપે છે. જામનગર પટેલ સમાજની હ્ર્દય તુલા સંસ્થા કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ મા તેઓ ૧૦ વર્ષ કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ. તેઓ ૨૨ વર્ષ થી ન્યુ સાધના કોલોની એસોસિયેશન ના પ્રમુખ અને એમ.આઈ.જી. નવદુર્ગા ગરબી મંડળ બાળાની સંસ્થાના પ્રમુખ તરીકે સેવા આપે છે. હાલ તેઓને જન્મ દિવસ નીમીતે  મોબાઈલ નંબર ૯૮૭૯૧ ૧૪૮૬૬ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે. (

(2:10 pm IST)