Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

આર.સી.સી. બેન્કના એમ.ડી. ડો. બિનાબેન કુંડલિયાનો આજે જન્મદિવસ

રાજકોટ : જાણીતા ભામાશા દાનવીર સ્વ. જયંતીભાઈ કુંડલીયાના પુત્રી અને રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના મેનેજિંગ ડિરેકટર  ડો. બીનાબેન કુંડલિયા નો આજે જન્મદિવસ છે.

ડોકટર બીનાબેન કુંડલિયા રાજકોટમાં રાષ્ટ્રીયશાળા મેઈન રોડ ઉપર વિરાજ હોસ્પિટલમાં ૩૦ વર્ષથી સફળ ગાયનેક તરીકે વ્યવસાય કરી રહ્યા છે તે પહેલા સામાજિક જવાબદારી નિભામણી માટે પદ્મકુવરબા ઝનાના હોસ્પિટલમા છ વરસ સેવા પ્રદાન કરી હતી.

રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન પદે ડો. બીનાબેન કુંડલિયાએ દેશભરની બેંકો પૈકી બેસ્ટ મહિલા ડિરેકટર તરીકે નો ગૌરવવંતો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે એટલું જ નહીં રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકને મળેલા અસંખ્ય એવોર્ડ માટે તેમનું બેન્કિંગ સંચાલન અને તે અન્વયેના માર્ગદર્શને મહત્વનો રોલ ભજવ્યો હતો.

સામાજિક ક્ષેત્રે જોઈએ તો રાજકોટ કેળવણી મંડળમાં ટ્રસ્ટી તરીકે સેવા આપનાર બિનાબેન કુંડલિયા ભકિત આશ્રમ, મીનાબેન કુંડલિયા ચેરીટેબલ ટ્રસ્ટ, રેડ ક્રોસ, અખિલ હીંદ મહીલા પરિષદ સહિત અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી /પદાધિકારી તરીકે સેવા પ્રદાન કરી રહ્યા છે.

મહિલાઓ માટેના તેમના યોગદાન સંદર્ભે નવ ગુજરાત ટાઈમ્સ તરફથી નારી તું નારાયણીનો એવોર્ડ મેળવનાર બીનાબેન કુંડલિયા સહકારી સામાજિક અને તબીબી ક્ષેત્રે મહિલાઓના સશકિતકરણ માટે નોંધપાત્ર સેવા પ્રદાન કરી રહ્યા છે.

માયાળુ હસમુખા અને મળતાવડા બીનાબેનને રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ સ્ટાફ પરિવાર સહીત સમાજના શ્રેષ્ઠીઓ એ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. (મો.૯૮૨૫૦ ૭૫૯૭૪)

(3:38 pm IST)