Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ભાજપ અગ્રણી રમેશભાઈ રૂપાપરાનો આજે જન્મદિવસ : ૬૧માં વર્ષમાં પ્રવેશ

વાપી, તા.૨ : રાજકોટ-૧ના માજી ધારાસભ્ય અને ભાજપ અગ્રણી શ્રી રમેશભાઈ રૂપાપરાનો આજે જન્મદિવસ છે. તેમના આ જન્મદિને પરિવારજનો, મિત્ર વર્તુળ તથા ભાજપ અગ્રણીઓ તેમના પર શુભેચ્છાવર્ષા કરી રહ્યા છે.

અભૂતપૂર્વ ધારાસભ્ય એવા રમેશભાઈનો જન્મ ૨જી એપ્રિલ ૧૯૬૦ના રોજ રાજકોટ ખાતે થયેલ હતો. અહિં બીકોમ, એલએલબી, ડીટીએલપી, ડીએલએલપી સુધી ઉચ્ચ અભ્યાસ કર્યો. બાળપણથી જ સંઘના રંગે રંગાયેલ રમેશભાઈ આરએસએસની શાખાના મુખ્ય શિક્ષક હતા. લોકોના કાર્યો કરવા સતત અગ્રેસર રહેતા. રમેશભાઈ લોકપ્રિયતાને પગલે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બન્યા અને એટલુ જ નહિં ૧૯૯૮માં મોટો અપસેટ સર્જી રાજકોટ-૧ના ધારાસભ્ય બન્યા.

આ સાથે સાથે તેઓએ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે પણ સુપેરે ભૂમિકા ભજવી. સત્તા ઉપર હોય કે ના હોય રમેશભાઈ પ્રજાજનોમાં એટલી જ લોકચાહના ધરાવે છે. આજે તેમના જન્મદિને તેમની એક અંગત વાત કહીએ તો તેઓ પાણીપુરી ખાવાના ખુબ જ શોખીન છે. તેઓને મો.૯૮૨૪૦ ૫૬૫૬૫ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:25 pm IST)