Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સેવાભાવી રૂપસિંહભાઇ પરમારનો જન્મ દિવસ

ઘણા સમયથી માનવ સેવા એ જ પ્રભુ સેવાના કાર્ય કરતા રૂપસિંહભાઇ પરમારે સફળ જીવનના ૭પમાં વર્ષમાં પ્રવેશ કરતા છોકરાઓને બીસ્કીટ તથા પીપરમેન્ટ તથા ચોકલેટ આપી ઉજવણી કરેલ. સુંદરીભવાનીવાળા રામાપીરના પરમભકત શ્રી લઘરા ભગત રાજકોટ રૂપસિંહભાઇ પરમારને ત્યાં આવેલ અને તેમનું ફુલહાર કરી શાલ ઓઢાડીને સન્માન કરેલ. રાજકોટ આકાશવાણીમાં રૂપસિંહભાઇ પરમારનો માનવ સેવા વિશે વાર્તાલાપ ભરતભાઇ કરમટા તરફથી થયેલ. તેનું બ્રોડકાસ્ટીંગ આકાશવાણીમાં ઝાલરટાણામાં તેમના મોબાઇલ નં. ૯૯રપ૪ ૬૬૦૧૮ છે.

(4:11 pm IST)