Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

અબોલ જીવોની સેવા કરતા દોલતસિંહ ચૌહાણનો કાલે જન્મદિનઃ સેવા કાર્યો કરાશે

રાજકોટ,તા.૧૨: જય માતાજી અબોલ જીવ ચેરીટેબલ કેન્દ્રમાં દોલતસિંહ ચૌહાણનો કાલે તા.૧૩ના જન્મદિવસ છે. તેઓ ૭૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેઓ રેષકોર્ષ રીંગ લાઇફ બિલ્ડીંગ પાસે દરરોજ સવારે વોકીગ કરવા આવતા નગરજનોને આરોગ્યવર્ધક ઉકાળા જેવાકે કડુ-કડીયાતુ -ડાયાબિટીસનો ઉકાળો, કરંજનું દાતણ, એક નવું જ સુવાકય તથા રામનામ મંત્ર લેખન પોથી, ઓમ નમઃ શિવાય મંત્ર લેખન પોથીનું નિઃશુલ્ક વિતરણ સવારના ૫ થી ૭:૪૫ સુધીનું વિતરણ કરવાની સેવા આપે છે. તેમની સાથે મનસુખભાઇ કણસાગરા, શશીકાંતભાઇ તથા મનુભાઇ, ચંદુભાઇ, જીવરામજીભાઇ , ચિરાગભાઇ, નૂતનભાઇ દ્વારા જન્મદિવસે ખોટો ખર્ચ નહીં કરવાનું નક્કી કરી ઉપરની જગ્યાએથી આરોગ્યવર્ધક વસ્તુઓ વિતરણ કરવાનાં છે.(૧) કડુ કડીયાતુ (૨) ડાયાબિટીસ ઉકાળો (૩) સૂંઠની ગોળીઓ (૪) વીકસ તુલસીના પાન (૫) કરંજના દાતણ તથા રામનામ લેખન પોથી (૬) ઓમ નમઃ શિવાય મંત્ર લેખન પોથી (૭) સુવિચારો (૮) પંખીઓના માળાનું વિતરણ કરાશે. ચપટી લોટ લઇને કીડીયારૂ પૂરવાની એક એક માળા ઝાડ ઉપર નમ્રભરી અપીલ કરાયેલ છે. તેમના દ્વારા દરરોજનાં  ૨૫૦ કૂતરાઓને દૂધ તથા રોટરી તેમજ સવારે ૬૦ લીટર જેટલું દૂધ કૂતરાઓને પીવડવવામાં આવી રહ્યું છે. આ સીવાય ભીમ અગીયારસ, ગોપાષ્ટમી કે અન્ય તહેવારોમાં ભંડારાનું આયોજન કરી ગાયોને લાડવાનું ભાવતુ ભોજન આપવામાં આવે છે. હનુમાન ચાલીસાના સમૂહ જાપનું પણ આયોજન કરવામાં આવે છે. આ સિવાય વૃધ્ધોને ઘણી વખત તીર્થ સ્થાનોમાં જાત્રા પણ કરાવવામાં આવે છે. સરકારી સ્કુલ તેમજ પ્રાઇવેટ સ્કુલોનાં બાળકોને સવારે નિઃશુલ્ક સ્વાસ્થયવર્ધક ઉકાળો પીવડાવવા માટે દોલતસિંહ ચૌહાણનો સંપર્ક કરી શકાય છે. તેમના મો. ૮૯૮૦૫ ૦૧૫૦૩, ૬૩૫૧૪ ૧૬૬૫૨.

(3:37 pm IST)