Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

હજ કમીટીના માજી ડીરેકટર ફારૂક બાવાણીનો જન્મદિવસ

રાજકોટ તા.૧૨: ગુજરાતના બોર્ડ મેમ્બર તથા ગુજરાત સ્ટેટ હજ કમિટિના માજી ડીરેકટર, યૌમુન્નબી કમીટીના ઉપપ્રમુખ, મુસ્લીમ અગ્રણી અને ભાજપ લઘુમતિ મોરચો પૂર્વ પ્રભારી તથા પ્રદેશ સદસ્ય હાજી ફારૂકભાઇ બાવાણીનો આજે જન્મદિવસ છે. તેઓ ૫૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આજે તેઓના જન્મદિવસની સાથે ઇસ્લામ ધર્મનો ગૌવસેઆજમની અગ્યારમી સરીફનો પવિત્ર માસ હોવાથી બાવાણી કુટુંબે ધન્યતા અનુભવી છે. જે બદલ ગરીબો, યતીમો અને નિરાધારો સાથે જમીને આખો દિવસ ખુદાની બંદગી કરી નમાજ  સાથે દેશમાં અમન, શાંતિ માટે દુઆ કરશે. તેઓએ સમુહલગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ, રાષ્ટ્રીય એકતા, મેમણ ગરીબ વસાહત યોજના, હજ યાત્રીકો તથા અમરનાથ યાત્રીકોની સેવા ઉપરાંત ઓલ ઇન્ડીયા મેમણ જમાત ફેડરેશનના વાઇસ પ્રેસીડન્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓને જન્મદિન નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૮૦૦૦૭ ૭૦૮૬૨ છે.

(3:36 pm IST)