Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

યુવા ભાજપ અગ્રણી પિયુષ રૈયાણીનો કાલે જન્મદિન

રાજકોટ તા.૭ : સમાજ સેવામાં હંમેશા સક્રિય અને યુવા ભાજપના અગ્રણી તથા વ્યવસાયેે કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા પિયુષભાઇ રૈયાણીનો આવતીકાલે તા.૮ ને રવિવારે જન્મદિન છે. વર્ષોથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા પિયુષભાઈ વોર્ડ નં.૫ યુવા ભાજપ વોર્ડ પ્રમુખ, વોર્ડ ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. કન્સ્ટ્રકશનના વ્યવસાયની જવાબદારી સાથે ખોડલધામ ઈસ્ટ ઝોનનું કાર્ય પણ સંભાળી રહ્યા છે. જીવનયાત્રાના ૩૪માં વર્ષે આજે તેઓના જન્મદિને તેઓના પિતાશ્રી ગીરીશભાઇ (નિવૃતપ્રોફેસર) તથા માતા શ્રીમતી શાંતાબેન તેમજ પત્ની નેૈનાબેન અને પિત્રાઇ ભાઇ અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્ય) સહિતના પરિવારજનો તથા મિત્રો શુભેચ્છકોએ જન્મદિને શુભેચ્છાઓ આપી રહ્યા છે.તેમના મો. ૯૯૭૯૧ ૨૧૨૧૨ છે.

(11:34 am IST)