Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મુસ્લીમ અગ્રણી હબીબભાઈ કટારીયાના જન્મ દિવસની સેવામય ઉજવણી

રાજકોટ,તા.૬: શહેર ખુરેશ જમાતના પ્રમુખ અને સદર આમ સુન્ની મુસ્લીમ કમીટીના ઉપપ્રમુખ અને મુસ્લીમ અગ્રણી જનાબ હબીબભાઈ ગનીબાપુ કટારીયાનો આજે જન્મ દિવસ હોવાથી પાંજરાપોળમાં જઈને ગૌમાતાને લીલુ અને પારેવાને ચણ તથા એક જીવ બચાવીને પાંજરાપોળ મોકલી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તકે હબીબભાઈએ જણાવ્યું કે આજીવન સેવાના ભેખધારી અને અમારા વાલીદે મહોતરમ મર્હુમ જનાબ ગનીબાપુ પાસેથી આવા માનવતાલક્ષી કાર્યોની પ્રેરણા લીધી હતી. જે મને વારસામાં મળેલ છે. પીરેતરીકત આબરૂપે એહલે સુન્નત સૈયદ અલ્હાજ દાદાબાપુ કાદરી (ફાતેમી) તથા સદર જુમ્મા મસ્જીદના પેશીઈમામ હાફીઝ હાજી અકરમબાપુ તથા મહાન સંત પૂજય મોરારીબાપુ અને રાષ્ટ્રીય સંત પૂજય નમ્રમુની મહારાજની દુઆ અને આર્શીવાદથી આ કાર્ય સંપન્ન કરેલ હતું. જન્મદિન નિમિતે જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, માજી સાંસદ રામજીભાઈ માવાણી, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, યશવંતભાઈ મહેતા, સંજયભાઈ પાટડીયા, હાજી આમદભાઈ જીંદાણી, હાજી હુસેનભાઈ સમા, હાજી ફારૂકભાઈ બાવાણી, યુસુફભાઈ દલ, મહેબુબભાઈ બેલીમ વિગેરેએ શુભેચ્છાઓ પાઠવી છે. તેમના (મો.૯૮૨૪૪ ૧૬૦૬૯) છે.

(3:41 pm IST)