Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

જામનગરના સીનીયર કોંગી અગ્રણી એ. કે. મેતાનો જન્મ દિન

જામનગર તા. ૬ :.. સીનીયર કોંગી અગ્રણી એ. કે. મેતાનો આજે જન્મદિન છે. તેઓ (ચીમોતેર) માં પ્રવેશ કરી રહ્યા છે. 'મહાવીર મહાત્મા એવોર્ડ, ટાઇમ્સ ઓફ ઇન્ડીયા ઉપરાંત શહેરનો મેયર એવોર્ડ તથા લાયન્સ કલબ દ્વારા એવોર્ડ મેળવેલ છે. તેઓ એ. કે. ઓન્લી તરીકે જાણીતા છે.

અનેક સંસ્થાઓમાં કારોબારી સભ્ય, કેન્દ્ર સરકારમાં લોકોના પ્રશ્નો માટે અધિકારીઓ જોડે જીવંત સંપર્ક ધરાવે છે. જામનગર, ટી. બી. એસોસીએશનના પ્રમુખ છે. 'દિવ્ય જીવન સંઘ-જામનગર' બ્રાંચના ઉપપ્રમુખ તથા લાયસન્સ કલબ ગવર્નર બોડીના ડીસ્ટ્રીકટ સભ્ય છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગન કારોબરી સભ્ય, અપના બજારન બોર્ડ ઓફ ડાયરેકટર છે. ઉપરાંત સ્થાનકવાસી સંઘના ટ્રસ્ટી છે. તથા જાયન્ટ ગ્રુપ દરેડના કારોબારી સભ્ય છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ તથા શકિતદળના સભ્ય તેમજ એમ. એમ. જી. ગ્રુપના સભ્ય છે. તથા સીનીયર સીટીઝન કલબના સભ્ય છે.

ભારત સરકારના પોસ્ટ કમીટી ઉપરાંત ટેલીફોન કમીટીના મુખ્ય રેલ્વેની  મુંબઇ રીજયોનલ કમીટીના પૂર્વ સદસ્ય તથા ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટીના સહમંત્રી છે. તેમના મો. ૯૪ર૬ર ૩૧૧૧૮, વોટસઅપ- મો. ૯૪ર૬૦ ૪રર૩૦ ઉપર તેઓને જન્મ દિવસ નીમિતે શુભેચ્છાઓ મળી રહી છે.

(1:00 pm IST)