Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

વેરાવળ ગ્રામ્ય મામલતદાર દેવકુમાર આંબલીયાનો જન્મદિવસ

પ્રભાસ-પાટણ, તા. પ : ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય મામલતદાર દેવકુમાર આંબલીયા આજે તેમના સફળત્તમ જીંદગીના પ૮ વરસ પૂર્ણ કરે છે.

તા. પ-૧ર-૧૯૬૧ના રોજ જામખંભાળીયા વિરમદડ ગામે જન્મેલા. તેઓ બી.કોમ સુધી જુનાગઢ ખાત અભ્યાસ કરી ૧૯૮૧માં જૂનાગઢ કલેકટર કચેરી ખાતે કલાર્ક તરીકે નોકરી પ્રારંભ કર્યો. ૧૯૮પમાં સર્કલ ઇન્સ. તરીકે ઉના મામલતદાર થયા. ૧૯૯૦માં નાયબ મામલતદાર પ્રમોશન તેમના કાર્યકાળ દરમ્યાન માંગરોળ, વેરાવળ, બાટવા, શિહોર, ભેસાણ, વંથલી સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી.

રાજય સરકારની 'ઇ' ગર્વન્સ, 'ઇ' ધરામાં તેમણે જાન રેડી પરસેવો પાડીને કરેલી કામગીરી રાજયભરમાં ઉદાહરણરૂપે રજૂ કરાઇ હતી.

ગિરનાર આરોપણ-અવરોહણ સ્પર્ધાને વર્લ્ડ રેકોર્ડ તેમજ લીમકા બુકમાં સ્થાન અપાવવા મહેનત કરીને જ જંપ્યા. તેઓ ખુદ રમતગમતના તેજસ્વી ખેલાડી પણ છે. છ વખત ગિરનાર સ્પર્ધામાં પ્રથમ અને બે વખત પાવાગઢ સ્પર્ધામાં પ્રથમ અને દુનિયાની સૌથી લાંબી ૪ર કિ.મી.ના મેરેથોન દોડ તેમણે ર કલાક ૩૭ મીનીટમાં અંતર કાપી પ્રથમ સ્થાન મેળવ્યું. રમતગમતના તો સુંડલાઓ ભરાય તેટલા અઢળક શિલ્ડ પ્રમાણપત્રો તેમને મળ્યા છે.

'વાયુ' વાવાઝોડા, 'મહા' વાવાઝોડા તેમણે ઉપરી અધિકારી માર્ગદર્શન-સ્ટાફ સહકારથી કરેલી કામગીરીની પ્રજાએ પણ નોંધ લીધી હતી.

રર જૂન ૧૯૮૩ના રોજ તેઓ હિમાલય ટ્રેકીંગમાં ગયા હતાં જયાં રર૦૦૦ ફીટે ઉંચાઇએ ટ્રેકીંગ કરતા હતા અને રાત્રે તે સમયે ઓલ ઇન્ડીયા રેડીયો ઉપર તામીલે ઇરશાદ કાર્યક્રમ રાત્રીના ૧૧-૩૦ આસપાસ આવતો તેમાં તેમણે બ્રેકીંગ ન્યૂઝ સાંભળ્યા કે જૂનાગઢમાં ભયંકર વાવાઝોડું, આ સાંભળી તેઓ ટ્રેકીંગ પ્રમાણપત્ર કે ઇનામની પરવા કર્યા વગર જૂનાગઢ પાછા ફરી વાવાઝોડાની વ્યાપક ખૂંવારી-રાહત કાર્યોમાં જોડાયા હતા.

સાદો-સારો નમ્ર સ્વભાવ અને નિયમાનુસાર જયાંના કહેવી પડતી હોય ત્યાં વ્યથા અનુભવી ના કહેતા છવાડાના આદમીને ન્યાય આપતા. મિલનસાર સ્વભાવના આંબલીયાને તેમના જન્મ દિવસે મો.નં. ૯૮રપર ૬૧૮૭૧ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:28 am IST)