Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

રાજકોટના તબીબ અગ્રણી ડો. મનીષ ગોસાઇનો જન્મદિન

રાજકોટ,તા.૫: રાજકોટ જાણીતા તબીબ અગ્રણી અને અનેક સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ડો. મનીષ ગોસાઇનો આજે જન્મદિવસ છે. ડો.મનીષ ગોસાઇ શિશુકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યમાં તરૂણ સ્વયંસેવક તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત ૧૯૮૨થી ૧૯૮૩ સુધી અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ જામનગરના મંત્રી તરીકે ફરજ બજાવી ચુકયા છે. ઉપરાંત ર૦૦૧ થી ૨૦૦૪ સુધી વિશ્વ હિન્દુ પરીષદ રાજકોટ મહાનગરના કાર્યકારી અધ્યક્ષ તરીકે સેવા આપી ચુકયા છે.

ડો.ગોસાઇ ર૦૦૬ થી ર૦૦૭ સુધી ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના પ્રેસીડેન્ટ, ર૦૦૭ થી ર૦૦૯ કન્વીનર ભાજપ ડોકટર સેલ રાજકોટ તરીકે સેવા આપી ચુકયા છે. આ ઉપરાંત કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડ ડોકટર એસોસીએશનના પ્રેસીડેન્ટ તરીકે પણ ફરજ બજાવી ચુકયા છે.

ડો. મનીષ ગોસાઇ કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલ પાછળ, જયોતીનગર મેઇન રોડ ઉપર શિવમ હોસ્પીટલ ધરાવે છે. હાલમાં ફ્રેન્ડસ કલબમાં પેટ્રન તરીકે સેવા આપી રહ્યા છે તેમજ કુમકુમ ગ્રુપ સાથે સંકળાયેલા છે. આજે જન્મદિવસ નિમિતે ડો. મનીષ ગોસાઇના મો. ૯૮૨૪૨ ૧૨૦૩૬ ઉપરજન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:25 am IST)