Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

જીવદયાપ્રેમી કિશોરભાઈ કોરડિયાનો જન્મદિવસઃ ૭૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ વિવિધ સંસ્થાઓના જૈન અગ્રણી તેમજ જીવદયાપ્રેમી કિશોરભાઈ કોરડીયાનો જન્મદિવસ છે. તેઓ કાચના જીનાલયમાં ૩૦ વર્ષથી પ્રમુખ છે. કાલાવડ રોડ ઉપર અંધ અપંગ વૃધ્ધાશ્રમમાં સલાહકાર તરીકે કાયમી છે. સંક્રાંતદિને આઠ કલાકમાં  ૩ થી ૫ લાખ રૂપિયા ન થાય ત્યાં સુધીની અગાઉ 'ટહેલ'નાખે છે અને આજે ૩૦ વર્ષ થયા પ્રતિ વર્ષ ૧૦ થી ૧૪ લાખ થાય છે. ૧૧ લાખના સ્વખર્ચે જિવતા જગતિયુ કરી પાંજરાપોળમાં વિવિધ લક્ષી ગ્લેજ- બીંમ કોલમ મઢેલો શેઈડ તૈયાર કરી અર્પણ કરેલ. દિલ્હીમાં પ્રિયદર્શનીય એવોર્ડ મળ્યો છે. પ્રમુખ સ્વામિએ દિલ્હી બોલાવી હજારો હરિભકતો વચ્ચે ''આશીર્વાદ'' એવોર્ડ આપ્યો છે. નાગપુરમાં યુવરાજશ્રી નિશ્રામાં સેંકડો હિંદી મરાઠી પત્રકારો વચ્ચે જબ્બર પ્રશ્નોતરી સાથે સન્માન થયુ હતું. ભારતનાં રાષ્ટ્રપતિ, રક્ષામંત્રી જયોર્જ ફર્નાનીઝ ભારતમાં પૂર્વ ચૂંટણી કમિશ્નરો ભારતનાં પૂર્વ પ્રધાનો ગુજરાતમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેશુભાઈ પટેલ રાજયપાલશ્રીઓ તેમજ ભૂતપૂર્વ નાણામંત્રી શ્રી વજુભાઈ વાળા તેમજ દાનેશ્વરી દિપચંદભાઈ ગારડી ભારતભરમાં સંત મહાન વિભૂતિશ્રી પાડુંરામ શાસ્ત્રી તેમજ કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા, કમીશ્નર તેમજ પ્રથમ મહિલા મેયર તથા ઉપકુલપતિશ્રી જોષીપુરાએ કિશોરભાઈ કોરડિયાનું સન્માન કરેલું.

ગ્રેટર ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડ્ર.માં કોષાધ્યક્ષ તરીકે ૧૩ વરસ સુધી સેવા આપી અનેક પશુઓનાં નિદાન કેમ્પ- ઓપરેશનનો તેમજ કતલખાને જતા હજારો ઢોરને બચાવેલ છે. ''વિશ્વ વિભુતિ મહાગ્રંથ'' ૧૨૦૦ પેજનો બન્યો તેમા કિશોર કોરડીયાની વિવિધ પ્રવૃતિઓ લઈને બે પેઈઝમાં ફોટા સાથે વિશેષ નોંધ ગ્રંથમાં થઈ છે. રાજકોટમાં કાચનું જિનાલય ૩૧ વર્ષથી સ્થાપક પ્રમુખ તેમજ વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ સમાજમાં પ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે .(મો.૯૮૨૫૦ ૭૪૭૭૧)

(3:43 pm IST)