Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

એસઓજી પીઆઇ એસ.એન. ગડુનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૭: શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને થોરાળા પોલીસ મથકના પી.આઇ. તરીકે ફરજ બજાવતાં શ્રી એસ. એન. ગડુનો આજે જન્મદિવસ છે. સફળ કારકિર્દીના તેમણે ૪૩ વર્ષ પુરા કર્યા છે. શહેર પોલીસમાં ૧૯૯૬માં ભરતી થયા બાદ તેમણે સદર પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી હતી. એ પછી એટીએસમાં સાડા ત્રણ વર્ષ, જીઇબી પોલીસ સ્ટેશન, અમરેલી, જુનાગઢ, ભાવનગર, ડી. જી. વિજીલન્સ, અમદાવાદ એટીએસમાં પ્રશંસનીય કામગીરી કરી હતી. ૨૦૦૮માં પીએસઆઇની પરિક્ષામાં ઉતિર્ણ થયા હતાં. એ પછી ૨૦૧૬માં પીઆઇ તરીકે પ્રમોશન મળતાં ભાવનગર તળાજામાં ફરજ બજાવી હતી. ત્યારબાદ થોરાળા પોલીસમાં મુકાયા હતાં. હાલ આ પોલીસ મથક તેમજ એસઓજીના પી.આઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને મો. નં. ૯૬૨૪૯ ૯૯૧૦૫ ઉપર પોલીસ અધિકારીઓ, મિત્રો, શુભેચ્છકો સતત શુભકામના પાઠવી રહ્યા છે.

(3:24 pm IST)