Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રાજપૂત યુવા સંઘના અગ્રણી બળદેવસિંહ ગોહિલનો જન્મદિવસ

રાજકોટ, તા. ૧૪ : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજકોટ શહેરના ઉપપ્રમુખ બળદેવસિંહ ગોહિલનો જન્મદિવસ કાલે તા. ૧પ-૮-૧૮ના રોજ જન્મદિવસ છે તેઓ પ૬ વર્ષ પુરા કરી-પ૭માં વર્ષમાં મંગલ પ્રયાસ કરે છે. તેમના સ્નેહાળ તથા બીજાને મદદ રૂપ થવાના સ્વભાવના કારણે બહોળા-મિત્ર  વર્ગમાં સારી ચાહના ધરાવે છે તેઓ રેલરાજ, કરૂણા ફાઉન્ડેશન તેમજ સેવાકિય પ્રવૃત્તિમાં સતત કાર્યશીલ રહી સેવાકિય પ્રવૃત્તિઓ કરતા રહે છે. ઉપરાંત સામાજીક કાર્યોમાં અગ્રેસર રહે છે તેમજ યુવાનોને પ્રતસાહિત કરી સારા સમાજલક્ષી કાર્યો સતત પ્રયત્નશીલ હોય યુવાનોમાં પણ ખુબ જ લોકપ્રિય છે. વિવિધ સંસ્થાઓમાં સેવા આર્પી માનવ સેવા એ જ પ્રભુ સેવાને જીવનનો સુત્ર અને મંત્ર બનાવેલ છે તેમનો મો. નં. ૯૯૦૯૦ ૧ર૧૦૦ છે.

(3:28 pm IST)