Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભાજપ કારોબારી સભ્ય વિરેન કાચાનો જન્મદિવસ

રાજકોટ : શહેર ભાજપ કારોબારી સભ્ય શ્રી વિરેન હેમરાજભાઈ આજે જન્મદિવસ છે. ૨૦૦૯માં યુવા ભાજપ વોર્ડ પ્રમુખ, રાજકોટ શહેર યુવા ભાજપમાં મંત્રી તરીકે તેમજ ૨૦૧૫માં રાજકોટ મહાનગર પાલિકાની કોર્પોરેશનની વોર્ડ નં.૧૭માંથી ચૂંટણી લડી રહ્યા છે. કારોબારી સભ્ય છે. ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટમાં જ્ઞાતિ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)ના માર્ગદર્શન હેઠળ પણ તેઓ સાંસ્કૃતિક અને રમતગમતમાં તેમજ શ્રી રાધા માધવ યુવા ગ્રુપમાં સતત ૯ વર્ષથી ચેરમેન છે. આજે તેઓના ૩૨મા જન્મદિવસે મો.૯૯૨૪૧ ૪૮૪૨૧ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહેલ છે.

(3:27 pm IST)