Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રાજકોટ કોંગ્રેસના યુવા નેતા અને એડવોકેટ કમલેશ કોઠીવાળનો કાલે જન્મદિન

રાજકોટ તા. ૧૪ :.. શહેર કોંગ્રેસના લડાયક મહામંત્રી અને યુવા એડવોકેટ તેમજ સોપાન ક્રાઇમ એલર્ટના પત્રકાર કમલેશ કોઠીવારનો આવતીકાલે સ્વતંત્ર દિને જન્મદિન છે. કે. કે.ના ઉપનામથી  જાણીતા કમલેશ કોઠીવાર અગાઉ ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના મહામંત્રીપદે રહી ચૂકયા છે. યુવક કોંગ્રેસની ચૂંટણીઓમાં સતત ત્રીજી વખત જંગી  બહુમતીથી વિજેતા બનીને જીતની હેટ્રીક કરેલ. હાલમાં રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રીપદે જવાબદારી સંભાળી રહ્યા છે. બહુમુખી પ્રતિભા ધરાવતા અને આહીર સમાજના યુવા તારલા કમલેશ કોઠીવાર અનેક સામાજીક અને શૈક્ષણીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તેમના બહોળા મિત્ર વર્તુળ દ્વારા અત્યારથી જ મો. ૯૯૦૪પ ૦૦૦૦૧ ઉપર જન્મ દિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:55 am IST)