Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જામનગર વોર્ડ ૫ ના કોર્પોરેટર બ્રહ્મ મહિલા અગ્રણી ડિમ્પલબેન રાવલ નો જન્મદિવસ

જામનગર, તા.૧૧: વોર્ડ નં.પ ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનો આજે જન્મ દિવસ છે. ભારતીય જનતા પાર્ટી માંથી વોર્ડ ૫ મહાનગરપાલિકા ની ચૂંટણી લડી જવલંત વીજય મેળવ્યા બાદ મહાનગરપાલિકા માં સતત અઢી વર્ષ ગાર્ડન અને આરોગ્ય શાખા માં ચેરપર્સન ની મહત્વ પૂર્ણ જવાબદારી સંભાળી હાલ મહાનગરપાલિકા માં મહત્વપૂર્ણ એવી સ્ટેન્ડીગ કમીટી માં મહિલા સદસ્ય ની જવાબદારી સંભાળી રહેલા ડિમ્પલબેન રાવલ ભાજપ માં 'બેટી બચાવો બેટી પઢાવો' ની સમિતિ માં કામગીરી કરી રહ્યા છે, જાયન્ટ્સ ગ્રુપ, લાયન્સ કલબ વેસ્ટ, બ્રહ્મ શકિત ક્રિએશન મહિલા ગ્રુપ સખી કલબ ૧ અને સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ સાથે જોડાયેલા ડિમ્પલબેન દર વર્ષે લુપ્ત થતી ચકલી ઓ બચાવવા માળા અને પક્ષી ઓને પીવા ના પાણી ના બાઉલ વિતરણ ની સેવાકીય પ્રવૃત્તિ ઓ પણ કરે છે.આજે ડિમ્પલબેન રાવલ ના જન્મદિવસે  ૯૪૦૮૯૮૯૮૯૧ ઉપર શુભેચ્છા વર્ષા મળી રહી છે.

(3:43 pm IST)