Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ચેમ્બરના પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા. ૮ :. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ કડવા પાટીદાર સમાજના અગ્રણી ગૌતમ ધમસાણીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ ગુજરાત સ્પીનીંગ એસોસીએશનના સેક્રેટરી, ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસીએશન ગુજરાતના ઉપપ્રમુખ, બામણબોર બાઉન્ડ્રી હાઈવે એસો.ના પ્રમુખ શ્રી, રાજકોટ ઓટોમોબાઈલ ડીલર્સ એસો.ના સેક્રેટરી જેવી સંસ્થાઓમાં પોતાનું પદ શોભાવી રહ્યા છે. તેઓ આ ઉપરાંત શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ જેવી કે ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, ઓરપેટ એજ્યુ. સંકુલ-ટંકારાના ટ્રસ્ટી, ઉમિયા સેવા પ્રગતિ મંડળના ટ્રસ્ટી, ઉમિયા માતાજી મંદિર-ગાંઠીલાના કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ ૧૦ થી વધુ દેશોનો પ્રવાસ પણ કર્યો છે. નોલેજ શેરીંગથી દરેકને ઉપયોગી થવા ઉપરાંત પોતાના વ્યવસાયમાં પણ આગવુ સ્થાન ધરાવે છે. કર્મને જ સાચો ધર્મ ગણી માનવ સેવા એ જ પ્રભુ સેવાને ધર્મ સમજી હંમેશ પોતાના અનુભવોનો નિચોડ શેર કરવા તત્પર રહે છે. તેઓ બહોળુ મિત્ર વર્તુળ પણ ધરાવી રહ્યા છે. જન્મ દિવસે તેમને શુભકામનાઓ. આજે તેમના મોબાઈલ નં. ૯૮૨૪૪ ૫૫૫૦૦ ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

(4:10 pm IST)