Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

‘માવઠુ’ નહિ મુશળધારઃ જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાતા પંચાયત પ્રમુખ ભૂપત બોદર

૫૬માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે મુખ્યમંત્રી સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની શુભકામના

રાજકોટઃ. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરનો આજે તા. ૧ ડિસેમ્બરના જન્મદિવસ છે ત્યારે ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે, ત્યારે સત્તાને સેવાનું માધ્યમ માનનારા બોદર એ હંમેશા સમાજ તરફથી જે કંઈ મળ્યુ છે તેનો એક અંશ સમાજને સપ્રેમ-સાદર પરત કરવાની ભાવના દાખવેલ છે. ભૂપતભાઈનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. ખેતીના વ્યવસાયમાં પ્રવૃત અને વેપાર સાથે જોડાયેલા ભૂપતભાઈ બોદર યુવા વયથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરાઈ અનેક જવાબદારીનું વહન કરતા આવ્યા છે.
૨૦૦૫માં તેઓ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૮માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. તેમજ રાજકોટ શહેર યુવા ભાજપના ઉંપપ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળેલ અને વોર્ડ પ્રભારી, રાજકોટ તાલુકા ભાજપ પ્રભારી અને એસ.ટી. બોર્ડ સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ રહી ચૂકયા છે. નિષ્ઠાવાન લોકસેવક અને દાતા તરીકે વધુ જાણીતા છે. લોકસેવાનું વ્યસન ધરાવે છે. રાજકીયની સાથોસાથ સામાજિક ક્ષેત્રે પણ વિવિધ સામાજિક-સેવાકીય સંસ્થાઓના નેજા હેઠળ તેઓ પોતાનું દાયિત્વ નિભાવી રહ્યા છે, જેમાં શ્રીમતિ દુધીબેન જશમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહ્યા છે. કોરોનાકાળમાં લોકોને સહાય, રસીકરણ ઉંપરાંત ગૌસેવા, સમૂહલગ્ન, શૈક્ષણિક પ્રવૃતિ વગેરેમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યુ છે. તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી છે.
ફોન નં. ૦૨૮૧-૨૪૪૪૪૨૬,
મો. ૯૮૨૫૦ ૪૬૭૫૯ - રાજકોટ

 

(11:08 am IST)