Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ભાજપ ડોકટર સેલ સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર જાણીતા ફિઝીશ્યન ડો. અમિત હપાણીનો આજે જન્મદિવસ

રાજકોટ,તા. ૨૬ : ઇન્ડીયન મેડિકલ એસોસીએશન -ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ ડોકટર સેલ સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર સૌરાષ્ટ્રના જાણીતા ફીઝીશ્યન-કાર્ડીયોલોજીસ્ટ ડો. અમિત હપાણીનો આજે તા. ૨૬ નવેમ્બરના રોજ જન્મદિવસ છે. સેવાભાવી તબીબ ડો.હપાણીને જન્મદિવસે તબીબી જગત તથા સમાજના દરેક વર્ગમાંથી શુભેચ્છા મળી રહી છે.

સમાજ સેવા માટે સદા તત્પર એવા ડો. અમિત હપાણી કોરોના કાળમાં પણ સતત સેવારત રહ્યા છે. તેમણે રાજકોટના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન, ટ્રાફીક પોલીસ, જી.આર.ડી.જવાન, રાજકોટ જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ વગેરેના ઓન ડ્યુટી સ્થળ પર જઇ સંપૂર્ણ તપાસ કરી આપી હતી. તેમણે કોરોના કાળમાં સતત વિવિધ સંસ્થાઓ સાથે રહી લોક જાગૃતિના કાર્યક્રમો હાથ ધર્યા હતા.

ડો. અમિત હપાણી ભાજપ ડોકટર સેલ -સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર તરીકે સળંગ ચોથી ટર્મથી સેવા આપે છે. તથા રાજકોટ શહેર ભાજપ કારોબારીના કાયમી આમંત્રીત સભ્ય છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વતની વર્ષોથી રાજકોટને કર્મભૂમી બનાવનાર ડો. અમિત હપાણી ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ સહિત આઇ.એમ.એ.રાજકોટના પ્રેસીડન્ટ તરીકે, ગુજરાત મેડિકલ કાઉન્સીલ અને ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં અને ગુજરાત લેબર વેલફેર બોર્ડમાં ડિરેકટર તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. ડો.હપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ મેમ્બર, ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ છે. તેઓ ટ્રસ્ટી-શ્રી અરિહંત ફાઉન્ડેશન, ચેરમેન -ડેફ સોસાયટી, ડાયરેકટર -આરૂણી હોસ્પિટલ પ્રા.લી., જિલ્લા પલ્સ પોલીયો રસીકરણ સમિતિના સભ્ય ઉપરાંત શહેરની અનેક સામાજીક સંસ્થાઓમાં સેવા બજાવી રહ્યા છે. આ ઉપરાંત અગાઉ તેઓએ અનેક સર્વરોગ નિદાન કેમ્પ, લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ લાવતા કાર્યક્રમોનું સફળ આયોજન કરેલ છે. ઇલેકટ્રોનીક મિડીયા પર તેમણે અનેક વખત લોક ઉપયોગી વાર્તાલાપ આપ્યા છે. તેઓ સામાજીક -સેવાકીય પ્રવૃતિઓ માટે હરહંમેશ તત્પર રહે છે.

તબીબી સમુદાય તથા સમગ્ર સમાજમાં બહોળી ચાહના ધરાવતા ડો.અમિત હપાણીને (મો. ૯૮૨૫૦ ૭૬૭૬૭) જૈન સમાજ સહિત સમસ્ત અગ્રણીઓ, તબીબી વર્તુળ તથા શ્રેષ્ઠીઓ તરફથી જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે.

(11:41 am IST)