Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રાજકોટના વેપારી અગ્રણી હરેશભાઇ શીલુનો જન્મદિવસ

જૂનાગઢ,તા.૨૬: રાજકોટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી વેપારી હરેશભાઇ દેવજીભાઇ શીલુનો આજે ૬૦મો જન્મદિવસ છે.

૨૮/૩/૧૯૬૦ના રોજ માળીયા હાટીના જલંધરગીર ખાતે નગર શેઠ દેવજીભાઇ જેઠાભાઇ શીલુ અને મણિબેનને ત્યાં જન્મેલ હરેશભાઇ કોલેજમાં બી.કોમ. સુધીનો અભ્યાસ કરી રાજકોટ ખાતે આવી કર્મભૂમિ બનાવી આજથી ચાર દાયકા પૂર્વે લોખંડ અને સ્ક્રેપનો વ્યવસ્યા ઓમ એન્ટરપ્રાઇઝના નામે શરૂ કરી આજે અન્ય રાજ્યમાં  એકસપોર્ટ કરે છે. જ્ઞાતિ અને સમાજ સેવામાં હમેશા તત્પર રહેતા હરેશભાઇ આજે ૫૯ વર્ષ પુરા કરી ૬૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના મો. નં. ૯૮૨૫૦ ૭૪૯૦૩ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:06 pm IST)