Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ઉમદા કર્તવ્ય અને વહીવટી નેતૃત્વનો સંગમ પી. કે. લહેરીઃ હેપ્પી બર્થ ડે

પ્રભાસ પાટણ તા. ર૮: વિશ્વ પ્રસિધ્ધ શ્રી સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી-સચિવ તથા ગુજરાત રાજયના નિવૃત્ત મુખ્ય સચિવ પ્રવીણભાઇ લહેરીએ આજ ર૮ માર્ચે તેમની સફળત્તમ જીંદગીના ૭૬ મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ર૮ માર્ચ ૧૯૪પ ના રોજ અમરેલી જીલ્લાના રાજુલા ખાતે જન્મેલ તેઓએ રાજુલા-મુંબઇ શિક્ષણ મેળવી ગુજરાત રાજય સનદી સેવામાં જોડાયા અને ઉજજવળ કારકીર્દીથી રાજયના મુખ્ય સચિવ પદ સુધી પહોંચી નિવૃત્ત થયા હતા.

નિવૃત્તી પછી વધુ પ્રવૃત્ત અને સક્રિય થયા તેઓ હાલ સોમનાથ મંદિર ટ્રસ્ટી-સચિવ, ટોરેન્ટો લીમીટેડ એડવાઇઝર, સદ્દવિચાર પરિવાર, ભાગવત વિદ્યાપીઠ કવિ શ્રી કાગની કાગવાણી ઉપર વિચારધારા લેખ સરદાર અને ગાંધીજી તેમજ સંત કબિર ઉપર છેલ્લા દસ વરસથી સાહિત્ય સર્જન લેખન-સંપાદન વિવિધ વર્તમાનપત્રો અને પૂર્તિઓમાં લખે છે. સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે જે ઢોળાવ એટલે કે દર્શનાર્થીને મંદિર પ્રવેશતાં જ ભગવાનના દર્શન થાય તેવી અદ્દભુત સીસ્ટમ ગોઠવી કરોડો ભારતવાસીઓને આશીર્વાદરૂપ બન્યું છે.

તેઓએ અનેક ટી.વી. ચેનલો ઉપર વાર્તાલાપ અને અનેક પુસ્તકો લખ્યાં ''રંગ...છે...રાજુલા'' ''સરદાર સંસ્મરણો'' '' તત્ સત્ (કબીર વાણી), હિન્દ સ્વરાજના શિલ્પી, કૃષ્ણ ભકિત, તંત્રીઃ સુવિચાર મેગેઝીન, સોમનાથ વર્તમાન અને સલાહકાર ''અખંડ આનંદ'' સોમનાથમાં દર્શનાર્થી સુવિધા માટે ખાસ સંપૂર્ણ મંદિર એરકન્ડીશન્ડ વાતાનુકુલીતથી સજજ માટે તેઓનો પ્રયાસ છે.

તેમના રાજય સચિવ પદ દરમ્યાન અંબાજી મંદિરનો વિકાસ પ્રારંભાયો જે આજ દિવસ સુધી જબરદસ્ત વેગ સાથે ગતિમાં છે. તેમજ સોમનાથ મંદિર ટ્રસ્ટી-સચિવ પદ દરમ્યાન તીર્થ યાત્રિકોની સુવિધાઓમાં વધારો થયો છે. આજે મોબાઇલ એપ અને વેબ ચેનલથી વિશ્વભરના ખુણે-ખુણે પથરાયેલા સોમનાથ દાદાના ભકતોને ત્રણ સમયની આરતી નિહાળી શકાય તેવી સુવિધાનું શ્રેય તેમને જાય છે.

અત્યાર સુધી મંદિર માત્ર રાત્રે નવ વાગ્યા સુધી જ ખુલ્લુ રહેતું પછી પર્વ હોય કે સામાન્ય દિવસો તેમણે યાત્રિકોની સુવિધા માટે મંદિર સવારના છ થી રાત્રીના દસ સુધી ખુલ્લુ રાખવા નિર્ણય કર્યો હતો. એટલું નહિં પવિત્ર શ્રાવણ માસના સોમવાર-રવિવારને તહેવારો તથા દર માસિક શિવરાત્રીએ મંદિર સવારના ચારથી રાત્રીના દસ અને માસિક શિવરાત્રીએ રાત્રીના એક સુધીનો દર્શનાર્થીઓને દર્શન સુવિધા દાતાઓ સાથે સંપર્ક-સહયોગથી સોમનાથ મંદિર આજે સુવર્ણથી ઝળહળી રહ્યું છે.

નર્મદા ડેમ કામગીરી તેના કાર્યકાળ દરમ્યાન અનેક અટપટા પ્રશ્નો ઉકેલી સમસ્યાઓ દૂર કરી પૂર્ણતામાં સક્રિય રહ્યા અને જેને કારણે નર્મદાના નીર કચ્છના રણ અને સોરઠના સીમાડા સુધી પહોંચ્યા તેમાં પણ તેઓનું મહત્વનું યોગદાન છે. આજે જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છા વરસાદ થઇ રહ્યો છે. સંપર્કઃ ૯૮ર૪૦ ૮૩૯૬૯, ૦૭૯-ર૬૮૬૧૪૧પ અમદાવાદ. Email: PKLAHERI@Gmail.com

(11:45 am IST)