Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

જાહેર જીવનમાં સદાય આચારસંહિતાથી શોભતુ વ્યકિતત્વ

લોકલાગણીની જંગી સરસાઇવાળા પ્રદીપ ખીમાણીને હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાતના જાહેર જીવનમાં ચકતા-દમકતા કેસરિયા આગેવાન લોકહૃદયવાસી અને જૂનાગઢ નિવાસી શ્રી પ્રદીપ ખીમાણીનો જન્મ તા. ૨૬ ફેબ્રુઆરી ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ત્રેસઠમાં વર્ષના દ્વારે ટકોરા માર્યો છે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે મુકામ કર્યો હોવાથી ત્યાં જ કાર્યકરો સાથે જન્મદિન મનાવી રહ્યા છે.

રઘુવંશી શ્રેષ્ઠી શ્રી પ્રદીપ ખીમાણી જૂનાગઢ કોર્પોરેશની સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે રહી ચૂકયા છે. પાંચ વિષયોમાં એમ.કોમની પદવી ધરાવે છે. તેમજ ભારત જયોતિઘ બેસ્ટ સીટીઝન ઓફ ઇન્ડિયા, શિક્ષારત્મ વગેરે સન્માન મળેલા છે. જૂનાગઢ પંથકમાં શિક્ષણ ક્ષેત્રે તેમનુ અમૂલ્ય યોગદાન છે. હંમેશા ચહેરા પર ચમક, ઉરમાં ઉમળકો, વાણીમાં વિનમ્રતા અને હોઠ પર હાસ્ય તેમની આગળ ઓળખ છે. કહો દિલ સે, પ્રદીપજી કો જન્મદિન મુબારક ફીર સે..

મો. ૯૪૨૬૭ ૧૭૦૦૦ જૂનાગઢ

(10:11 am IST)