Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જસદણના ડો. પંકજભાઇ કોટડીયાનો જન્મદિન

જસદણ, તા., રપ : જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.પંકજભાઇ કોટડીયાનો આજે જન્મદિન છે. એમના સેવા કર્મ થકી જસદણ બાબરા વીંછીયા અને રાજકોટ પંથકની હજારો મહિલાઓને અત્યાધુનિક વિજ્ઞાનની ભેટ આપી પીડામાંથી મુકિત અપાવી દોડતી કરનારા ડો. પંકજભાઇ કોટડીયાનો જન્મ તા. રપ જાન્યુઆરી ૧૯૮૧ના રોજ થયેલ હતો.

આજે પોતાની જીવનયાત્રાના બેતાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે તબીબી જગતમાં આદરભર્યુ સ્થાન ધરાવતા કોવીડકાળની બીજી લહેરમાં બહોળી સંખ્યામાં કોરોનાગ્રસ્તોની તન મન ધનથી એક ખરા અર્થમાં સેવા કરી જીવતદાન આપનારા ડો.પંકજભાઇને મો. ૯૦૩૩૬ ૦૦૬૮૭ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(1:21 pm IST)