Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજપુત કરણી સેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ચંદુભા પરમારનો જન્મદિન

રાજકોટ : સહિયર કલબ તથા પુરૂષાર્થ યુવક મંડળના વાઇસ પ્રેસીડન્ટ તેમજ રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ગુજરાત પ્રદેશ-ઉપાધ્યક્ષ તથા બેડીપરા ક્ષત્રિય ચંદુભા પરમારનો જન્મદિવસ છે. જન્મદિને ચક્ષુદાન તથા દેહદાન તથા માસ્ક અને સેનીટાઇઝર વિતરણ અને વૃક્ષા રોપણ કરવાનો સંકલ્પ કરેલ છે.બેચરભા પાંચાભા પરમાર તથા વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને વિનામુલ્યે મેડીકલ સાધનોની સેવાનો લાભ લેવા અતિથી પાર્ટી પ્લોટ, ૧પ૦ ફુટ રીંગ રોડ, કે.કે.વી.ચોક પાસે, અપાય છે. જરૂરીયાતમંદ પરીવારોને અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે.

(3:24 pm IST)