Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મોરબીના લોહાણા અગ્રણી રમણીકભાઇ ચંડીભમ્મરનો જન્મદિવસ

મોરબી : લોહાણા અગ્રણી રમણીકભાઇ ચંડીભમ્મરનો આજે જન્મદિવસ છે.

રાજકીય, સામાજીક અને ધાર્મિક પ્રસંગોમાં પોતાના ફોટોગ્રાફીના શોખના લીધે ઢગલાબંધ ફોટાઓ પાડીને લોકોને વિનામૂલ્યે તેની પ્રિન્ટ કાઢીને તેમણે પહોંચાડતા રમણીકભાઇ ચંડીભમ્મર લાયન્સ કલબના પાસ્ટ પ્રેસીડેન્ટ, લોહાણા વિદ્યાર્થી ભવનના પાસ્ટ પ્રેસીડેન્જ્ઞ રહી ચૂકયા છે.

હાલમાં લોહાણા મહાજનની બોડીમાં કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે. તેમણે લાયન્સ કલબમાં કરેલ સેવાઓ બદલ તાજેતરમાં જ લાયન્સ કબલના ગવર્નર દ્વારા પીન પહેરાવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમના જન્મદિવસે જ્ઞાતિ સમાજના આગેવાનો, રાજકીય -સામાજીક આગેવાનો સગા -સ્નેહીઓ તેમના મોબાઇલ નંબર ૯૮૨૫૨ ૨૨૯૧૩ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(3:23 pm IST)