Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રાજકોટ જિલ્લા પેન્શનર અને સિનિયર સીટીઝન સમાજના પ્રમુખ

એમ.એ.પંજાનો ૮૩મો જન્મદિવસ

રાજકોટઃ જુનાગઢ જીલ્લાના માંગરોળ ગામે તા.૨૫ સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ જન્મેલ કર્મચારી તથા મુસ્લિમ અગ્રણી મહંમદ યુસુફ પંજા (એમ.એ.પંજા) આજે યશસ્વી જીવનના ૮૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. ૧૯૬૦થી માંગરોળ ખાતે આરોગ્ય ખાતામાં મેલેરીયા વિભાગમાં નોકરીમાં શરૂઆત કરેલ.

૧૯૬૩માં ભુજ- કચ્છ ખાતે બઢતી મળતાં ત્યાં ફરજ બજાવેલ. ૧૯૬૪માં રાજકોટ ખાતે બદલી થતાં રાજકોટ ખાતે  આરોગ્ય ખાતામાં મેલેરીયા વિભાગમાં નોકરીમાં શરૂઆત કરેલ.

૧૯૬૩માં ભુજ- કચ્છ ખાતે બઢતી મળતાં ત્યાં ફરજ બજાવેલ. ૧૯૬૪માં રાજકોટ ખાતે બદલી થતાં રાજકોટ ખાતે ૧૯૬૫માં યુનિયનની સ્થાપના કરેલ. ૧૯૭૨માં જુદા- જુદા મંડળો સાથે સંકલન કરી ૧૯૭૨માં કર્મચારી મહામંડળ (રાજયકક્ષા)ના હડતાળમાં સક્રિય રસ લઈ ઘનશ્યામભાઈ ઓઝાની સરકારમાં ધરપકડ વહોરી આંદોલન સફળ બનાવેલ. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ તથા રાજકોટ જીલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ (રાજયકક્ષાના તથા વિવિધ કર્મચારી મહાસંઘના કન્વીનર) પદે રહી અન્યાયે સામે અવાજ ઉઠાવી સેવા બજાવેલ. ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળના પ્રમુખ તરીકે હાલમાં સલાહકાર તરીકે સેવા આપી રહેલ છે.

અન્યાયો સામે અવાજ ઉઠાવી સેવા હાલમાં પણ આપી રહયા છે. તા.૩૦/૯/૯૭ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત થયેલ છે. છતાં પુરા જોમ જુસ્સાથી કર્મચારીઓ તથા પેન્શનરોના પ્રશ્નો અંગે હજુ લડત આપી રહેલ છે. હાલમાં પણ રાજકોટ ખાતે ભાવનગરના ઉતારામાં કર્મચારી મહામંડળ, રાજયકક્ષાના કાર્યાલય ખાતે સેવા આપી રહેલ છે. રાજકોટ જીલ્લા પેન્શનર અને સીનીયર સીટીજન સમાજના પ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. ગુજરાત પેન્શનર સંકલન સમિતિના ઉપપ્રમુખ તરીકે કાર્યવાહી કરેલ છે. જીલ્લા લેવલે સંકલન સમિતિમાં સરકારે નિમણુંક કરેલ છે.

ગુજરાત પેન્શનર ફેડરેશનના ઉપપ્રમુખ તથા જોનલ પ્રમુખ, રાજકોટ શહેર જુમ્મા મસ્જિીદમાં સેક્રેટરી અને સેવા આપે છે. રાજકોટ નવાબ મસ્જીદ દાણાપીઠ સેક્રેટરી તરીકે ૮- વર્ષથી તથા અલ્કાબા મસ્જીદના જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપેલ હતી.

૧૪- કુંભારવાડા, જુનીજેલ પાછળ, બગદાદ, મંઝીલ, રાજકોટ મો.૮૪૦૧૯ ૩૦૫૧૪, મો.૬૩૫૫૩ ૭૫૨૯૪

(11:35 am IST)