Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કાલે રાજ્યના માહિતી નિયામક અશોક કાલરિયાનો જન્મદિન

રાજકોટઃ  ગુજરાતના માહિતી નિયામક શ્રી અશોક કાલરિયાનો જન્મ તા. ૨૬ સપ્ટેમ્બર ૧૯૬૧ના દિવસે થયેલ. આવતીકાલે યશસ્વી જીવનના ૬૧માં વર્ષના દ્વારે પહોંચશે. તેઓ મૂળ ઉપલેટાના વતની અને ૨૦૦૬ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.

શ્રી એ.વી.કાલરિયા ભૂતકાળમાં જામનગર શહેરી વિકાસ સત્તા મંડળમાં મુખ્ય કારોબારી અધિકારી ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ખાસ ફરજ પરના અધિકારી, કચ્છ અને જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ગિર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી, પોરબંદરના જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૩૯૧

મો. ૯૯૭૮૪ ૦૦૫૪૬ ગાંધીનગર

(11:33 am IST)