Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

બહારો, ફુલ બરસાઓ..આજ ડી.કે. સખિયા કા જન્‍મદિન આયા હૈ..

રાજકોટ : સહકારી ક્ષેત્રે શાનદાર વ્‍યકિતત્‍વ ધરાવતા રાજકોટ (બેડી) માર્કેટ યાર્ડના ભૂતપૂર્વ ચેરમેન શ્રી દેવરાજભાઇ ખોડાભાઇ સખિયાનો જન્‍મદિન છે. તેમનો જન્‍મ ૨૦ જૂન ૧૯૫૦ના દિવસે થયેલ. આજે ૭૩માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

ડી.કે. તરીકે જાણીતા આ નેતા રાજકોટ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે રહી ચૂકયા છે. પડધરીની મોટા ખીજડીયા જુથ સહકારી મંડળીમાં તેમણે સુકાની તરીકે મહત્‍વનું યોગદાન આપ્‍યુ છે. દેવભૂમિ દ્વારકા અને નાથદ્વારા લેઉવા પટેલ સમાજ ભજન સાથે સંકળાયેલા છે. તેમના સંબંધોનું વર્તુળ વ્‍યાપક છે.પોતાના હકારાત્‍મક અભિગમ માટે જાણીતા છે. સામેવાળાનો ‘ભાવ' સમજી શકે તેવો તેમનો પ્રભાવ છે. મો. ૯૮૨૫૨ ૧૯૦૧૧ રાજકોટ

(11:17 am IST)