Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

હિતેષ પંડયાનો કાલે જન્મદિન

રાજકોટઃ ઇન્ડિયન લાયન્સના ચીફ પેટ્રોન અને રાજયના મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક અધિકારી હિતેષ પંડયાનો આવતીકાલે તા.૦૮ ના જન્મદિવસ છે. શ્રી હિતેષ પંડયા વ્યવસાયે પત્રકાર છે. તેઓ સ્વ. કેશુભાઇ પટેલ, શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રીમતી આનંદીબેન પટેલના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવી ચુકયા છે. ફુલછાબમાં વિવિધ હોદાઓ ઉપર સેવા આપેલી.

રાજકોટ મહાનગરપાલીકાની નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી. તેમના ધર્મપત્નિ શ્રીમતી આશાબેન પંડયા કે જેઓ ગૃહીણી સાથે હાલમાં ઇન્ડિયન લાયન્સના નેશનલ ચેરપર્સન પદે છે. તેમના પુત્રી અંજલી અને પુત્ર અવિનાશ છે. પુત્રી પણ પત્રકાર છે અને તેમના પતિ અવિનાશ ત્રિવેદી સોફટવેર એન્જીનીયર છે. તેઓની પુત્રીનું નામ મહેર છે. મો. ૭૯૮૪૩૫૨૫૪૦

(3:08 pm IST)