Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ડાયનેમિક ગ્રુપ-અમરેલીના પ્રમુખ એનાઉન્‍સર, પ્રોફેસર તથા વકતા હરેશ બાવીશીનો આજે જન્‍મદિવસ

 

અમરેલી,તા. ૭: જિલ્લામાં યુવા પ્રવૃતિ તથા યુવાકાર્ય પ્રોત્‍સાહનની એકિટવીટી કરતી સંસ્‍થા ડાયનેમિક ગ્રુપ ઓફ ડાયનેમિક પર્સનાલિટિઝ અમરેલીના પ્રમુખ, જાણીતા અને લોકપ્રિય ફાયર બ્રાન્‍ડ એનાઉન્‍સર તથા વકતા, પ્રોફેસર તથા અંગ્રેજી વિષયના નિષ્‍ણાંત પ્રોફેસર હરેશ બાવીશીનો આજે જન્‍મદિવસને લઇને જિલ્લા ભરમાંથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.

અમરેલી જિલ્લાના વતની ઉપરાંત સૌરાષ્‍ટ્ર ગુજરાતભરની નામી-અનામી ઉદ્યોગક્ષેત્ર તથા જાહેર ક્ષેત્રની હસ્‍તીઓ સાથે ખૂબ જ નજીકના સંબંધો ધરાવતા શ્રી હરેશ બાવીશી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી-રાજકોટના અંગ્રેજી વિષયમાં બોર્ડ ઓફ સ્‍ટડીઝ પરા મેમ્‍બર છે. ત્‍યારે સૌરાષ્‍ટ્રભરની શૈક્ષણિક સંસ્‍થાના પદાધિકારીશ્રીઓ, જાહેર ક્ષેત્રના આગેવાનો, ઉદ્યોગપતિશ્રીઓ, સ્‍નેહીઓ તથા મિત્રવર્તુળ દ્વારા આજે જન્‍મદિવસને લઇને હરેશ બાવીશી પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

એનાઉન્‍સર તથા વકતા તરીકે ગુજરાતના તાત્‍કાલિન મુ.મંત્રીશ્રી વર્તમાન પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના કાર્યક્રમો સહિત સૌરાષ્‍ટ્ર તથા ગુજરાતમાં નાની ઉમરમાં ૧૨૦૦ કાર્યક્રમોમાં મહત્‍વની ભૂમિકા ભજવનાર હરેશ બાવીશી નાનાથી મોટા સૌ કોઇ સાથે સાદાઇ અને શિસ્‍તથી પ્રસ્‍તુત થતા હોવાથી એક આગવી લોકપ્રિયતા ધરાવે છે. ત્‍યારે તેમના જન્‍મદિવસ પર સમગ્ર ગુજરાતમાંથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

(10:39 am IST)