Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકરનો કાલે જન્મ દિનઃ ૬૫માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ મહાનગરપાલિકા ભાજપના કાર્યાલય મંત્રી જયંતભાઈ પુષ્પકાંતભાઈ ઠાકરનો આવતીકાલે તા.૫ના રવિવારે જન્મદિવસ છે. તેઓ રાજકોટ શહેર પીડીયુ સીવીલ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજના કાઉન્સેલર તરીકે સેવા આપીને દર્દીઓના  પ્રશ્નોને વાચા આપી સતત જાગૃત રહ્યા છે. તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રવકતા તરીકે સુપેરે જવાબદારી સંભાળી  રહયા છે. સામાજીક સંસ્થાઓ જેવી કે મ્યુનીસીપલ હુડકો વિકાસ સમિતિના ચેરમેન તેમજ તરીકે તેમજ ભુતકાળમાં શ્રી ઔદીચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના પુર્વ પ્રમુખ તેમજ રાજકોટ સમસ્ત બ્રહમસમાજના કારોબારી સભ્ય તરીકે કાર્યભાર સંભાળેલ છે. તેઓનો જન્મ કર્ણાટક રાજયના બેંગ્લોર શહેરના ચીકપેકટ વિસ્તારમાં તા.૫/૯/૧૯૫૭ના રોજ થયેલ. યુવા વયથી જ જાહેર જીવનમાં સક્રીય રહી અનેક રાજકીય આંદોલનમાં સક્રીય ભુમિકા ભજવેલ. વોર્ડ નં.૧૬ના ભાજપના કાર્યકર તેમજ બુથની જવાબદારી સંભાળી રહ્યા છે. મો.૯૮૨૪૮ ૨૬૭૨૮ 

(2:49 pm IST)