Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

પોરબંદરના ડો. એ. આર. ભરડાનો જન્મદિન

પોરબંદરઃ કેળવણીકાર તેમજ કોળી સમાજના રત્ન એવોર્ડથી નવાજેલા અને ડો. વી.આર.ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેકટર ડો.એ.આર.ભરડાનો કાલે તા.૬ ને રવીવારે જન્મદિન છે. તેઓ ૬૬ વર્ષ પુરા કરીને ૬૭માં વર્ષમાં પ્રવેશી રહયા છે.

ન્યુ દિલ્હી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી ર૦ર૦ના ઘડતરમાં તેઓનું સદસ્ય તરીકે ઉમદા ફાળો રહયો છે.તદઉપરાંત તેઓ જીલ્લા શિક્ષણ તાલીમ ભવનના જામનગર, રાજકોટ, પોરબંદરના પુર્વ પ્રિન્સીપાલ તરીકેનું શ્રેષ્ઠ પ્રદાન બદલ તેઓનું સન્માન થયેલ હતું. તેઓ સરકારી આર.જી.ટી કોલેજના આચાર્ય પદે અને રાજયના સૌરાષ્ટ્ર સહીત કચ્છ અને ઉતર ગુજરાતની માધ્યમીક શાળા-કોલેજોના આચાર્યો પ્રોફેસરને તાલીમ બધ્ધ કરતી આઇએએસઇના નિયામક પદે રહીને તાલીમ સાહિત્ય તૈયાર કરીને ગુણવતા સભર સારસ્વતોને તાલીમ બધ્ધ કર્યા હતા.

જીલ્લા શિક્ષણ તાલીમ ભવન જામનગરના પ્રિન્સીપાલ તરીકે રહીને જામનગર જીલ્લાને ગુણવતા શિક્ષણમાં મોડેલ જીલ્લો બનાવવાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ભારત સરકારે તેઓને ઓસ્ટ્રેલીયા મોકલ્યા હતા.

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કેળવણીકાર તરીકેનો ર૦૧૯માં રાજયપાલના હસ્તે એવોર્ડ એનાયત થયો હતો. શૈક્ષણીક અને સામાજીક રીતે પછાત એવા કોળી સમાજમાં કુરીવાજો, વ્યસનો અને અંધશ્રધ્ધા નિવારણમાં સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાઓથી સક્રિય યોગદાન બદલ તેઓને કોળી સમાજ દ્વારા સમાજ રત્ન એવોર્ડથી નવાજવામાં આવેલ હતા. ન્યુ દિલ્હીની એનસીઇઆરટી એનસીટીઇ અને નીપા જેવી ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓમાં અને ગુજરાત પાઠય પુસ્તક મંડળમાં સક્રિય યોગદાન રહયું છે. પોરબંદર સહીત ગુજરાતની સ્વૈચ્છીક સંસ્થાઓ (એનજીઓ) સાથે સંકળાયેલા ડો.એ.આર.ભરડા (ડો.ઇશ્વરલાલ ભરડા)નો મો.૯૬૬રપ ૧૧૧પ૦ છે.

(12:46 pm IST)