Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

જોડિયા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર આહિર ચિરાગભાઇ ભરતભાઇ વાંક નો જન્મદિવસ

સ્વ. છગનબાપા વાંક પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત જોડિયાનાં પૌત્ર અને પૂર્વ ઉપપ્રમુખશ્રી ભગવાનજીભાઇ વાંકનાં ભત્રીજા તેમજ શ્રીમતિ સોનલબેન ચિરાગભાઇ વાંક પૂર્વ સદસ્યશ્રી તાલુકા પંચાયત જોડિયા અને ઉપ પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી જામનગર જીલ્લા મહિલા મોર્ચોનાં પતિદેવ શ્રી આહિર ચિરાગભાઇ ભરતભાઇ વાંકનો આજરોજ જન્મ દિવસ છે. તેઓ ૩પ વર્ષ પૂર્ણ કરી અને ૩૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

તેઓ સૌથી નાની ઉંમરે જોડિયા માર્કેટીંગ યાર્ડમાં ચુંટાઇ આવેલ છે. તેમજ જોડિયાની સુપ્રખ્યાત ''નવદુર્ગા'' શોભાયાત્રા સમિતિનાં પ્રમુખ તેમજ શ્રી શકિત ગરબા મંડળનાં સંચાલક અને શ્રી સિધ્ધિ વિનાયક ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ પદે છે. તેમજ તેઓની હાલમાં અખિલ ભારતીય યુવા યાદવ મહાસભાનાં ગુજરાત પ્રદેશ મંત્રી પદે કાર્યરત છે. તેમજ જોડિયા અને જોડિયા તાલુકામાં પ્રજાલક્ષી અને સેવાકાર્ય શ્રેણી થકી સ્થાનીક તેમજ જોડિયા તાલુકાની પ્રજાનાં વિશ્વાસરૂપી સ્નેહ અદ્દભૂત રીતે ધરાવે છે. વિશાળ લોક ચાહના ધરાવનાર આહિર અગ્રણી શ્રી ચિરાગભાઇ વાંકનાં મોબાઇલ નંબર પર - ૯૮ર૪૮ પપપપપ શુભેચ્છાઓ મળી રહી છે.

જન્મ દિવસની ખુબ ખૂબ વધાઇ...

તેમના મોબાઇલ નં. ૯૮ર૪૮ પપપપપ છે.

(11:39 am IST)