Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

કોંગ્રેસ અગ્રણી અને આહીર યુવા બિલ્ડર અશ્વિનભાઇ બકુત્રાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૪ : મ્યુ. કોર્પો. વિઝિલન્સ શાખાના નિવૃત્ત કર્મચારી સ્વ. કાળુભાઇ બકુત્રાના પુત્ર અને યુવા આહીર અગ્રણી તેમજ રાજકોટ શહેર કોંગ્રેસના લડાયક નેતા અશ્વિન બકુત્રાનો આજે જન્મ દિવસ છે. વ્યવસાયે કાન્હા ડેવલોપર્સના નેજા તળે યુવા બિલ્ડર્સ તરીકે ઉભરી રહેલા અશ્વિનભાઇ કોંગ્રેસના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. કોરોના લોકડાઉન અને મહામારી દરમિયાન સતત જરૂરીયાતમંદ લોકોને રાહત સામગ્રી, ટીફીન સેવા માટે તત્પર રહ્યા હતા. અનેક સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અશ્વિનભાઇ (મો.૮૦૦૦૦ ૦૦૪૩૨) બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. આજે જન્મ દિવસે તેઓને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(11:39 am IST)