Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ભીલ આદીવાસી મહિલા ઉત્‍કર્ષ મંડળના વાસવીબેન સોલંકીનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૯ : અખિલ ભારતીય આદીવાસી વિકાસ પરિષદ મહિલા શાખા અને ભીલ આદીવાસી મહિલા ઉત્‍કર્ષ મંડળ રાજકોટના પ્રમુખ વાસવીબેન સોલંકીનો કાલે જન્‍મ દિવસ છે. તેઓ જર્મનીમાં બ્રુનીંગ કમીટી લીડર અને મલેશીયા ખાતે કોલાલુમની ધરતી પર સામાજીક કાર્ય બદલ એવોર્ડ મેળવી ચુકયા છે. વિવિધ આદીવાસી સંસ્‍થાઓ સાથે કામ કરી રહ્યા છે. આદીવાસીઓના પ્રશ્‍નો માટે હંમેશા અવાજ ઉઠાવતા રહેતા વાસવી બહેનને કાલે જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળશે. તેમના મો.૭૭૭૮૦ ૯૩૫૮૮ છે.

(3:09 pm IST)